જુઓ , દરેક એવોર્ડ, સન્માન ઝાંખા પડે એવી શિક્ષકોને વિદાય : ૧૭ વર્ષે ૩ શિક્ષકોની બદલી, પાટડીના પાડીવાડા ગામ ચોધારઆંસુએ એકસાથે વિદાય આપી
પાટડીના પાડીવાડા ગામે 17 વર્ષ નોકરી કરી ત્રણ શિક્ષકો એકસાથે વિદાય થતા આખુ ગામ ચોંધાર આંસુ સાથે હિબકે ચઢ્યું હતું.
કદાચ ગુજરાતનું એક એવુ પ્રથમ ગામ હશે કે, જેમાં ગ્રામજનોએ જાતે ફાળો કરી વાજતે ગાજતે વિદાય કાર્યક્રમ યોજ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા (પાટડી)તાલુકાના છેલ્લા છેવાડે અંતરિયાળ વિસ્તાર રુપેણ નદીના કિનારે આશરે 2000ની વસ્તી ધરાવતા પાડીવાડા ગામમાં એકસાથે ત્રણ શિક્ષકો વિદાય લેતા આખું ગામ હિબકે ચડ્યું હતુ.
જેમાં વિદાય લેતા શિક્ષકો શક્તિ ઠાકોર, ગોવિદ સોલંકી અને પરસોત્તમ મકવાણા આ ત્રણેય શિક્ષકોની બદલી બીજા ગામ થતાં આખા પાડીવાડા ગામે વિદાય આપી હતી.
જેમાં વિદાય વખતે ગામના માતા, બહેનો, નાના બાળકો, આગેવાનો સહિતના તમામની આંખોમાં અશ્રુની ધારા થઈ હતી.
બે શિક્ષકોની પાટણ જિલ્લા અને એકની પીપળીધામ બદલી થઈ\nસુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના છેવાડાના ગામ એવા પાડીવાળા પ્રાથમિક શાળામાં ત્રણ શિક્ષકોની એકસાથે બદલી થતાં ભાવુક દ્રષ્યો સર્જાયા હતા.
જેમાં આખું ગામ ચોંધાર આંસુએ રડી પડ્યું હતું.
જેમાં આ શાળાના શિક્ષક મકવાણા પરસોત્તમભાઈની પાટડીના પીપળીધામ, ઠાકોર શકતાજીની પાટણના જેસડા ગામે અને સોલંકી ગોવિંદભાઈની પાટણના મૂંજપુર ગામે બદલી થઇ છે.
આ ત્રણેય શિક્ષકોએ આ ગામમાં 17 વર્ષ સુધી શિક્ષણની જ્યોત જગાવી ફક્ત નોકરી જ નહીં, પરંતુ ગામની સાથે અને વાલીઓ સાથે લાગણી અને પ્રેમથી જોડાઈ ગયા હતા.
જેની ફળશ્રુતિ રૂપે પાડીવાળાના ગ્રામજનોએ પોતાના સ્વખર્ચે આ ત્રણેય શિક્ષકોને અકલ્પનીય અને યાદગાર વિદાય આપી હતી.
શિક્ષકોએ પણ સ્કૂલમાં બાળકોના અભ્યાસ માટે ટીવી ભેટ આપી
આ વિદાય કાર્યક્રમમાં શિક્ષકો તરફથી શાળામાં બાળકોને અભ્યાસ અર્થે એક LED TV ભેટ આપવામાં આવ્યું હતું.
તેમજ સરસ્વતી માતાજીનું મંદિર અને રૂ. 1500 શાળાને ભેટ આપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત આ ત્રણ શિક્ષકોએ ગામમાં રૂ. 5100 ભેટ આપ્યા હતા.
આ કાર્યક્રમમાં ગ્રામજનોએ વિદાયમાન શિક્ષકોની સાથે સાથે શાળાના દરેક શિક્ષકો તેમજ ગામના તલાટીનું પણ ફુલહાર અને શાલ દ્વારા સન્માન કરાયું હતુ.
કદાચ ગુજરાતમાં એક એવું પ્રથમ ગામ હશે કે, જેમને ગામ તફથી વિદાયનો કાર્યક્રમ ગોઠવ્યો હતો.
બાળકોની સાથે ગામના દરેક અબાલ, વૃદ્ધો તેમજ હાજર દરેક વ્યક્તિએ અશ્રુભીની આંખે આ વિદાયને એક યાદગાર દિવસ બનાવી આ ત્રણ શિક્ષકોને ધન્ય બનાવી દીધા હતા.
આ વિદાયને જોતા એવું લાગે કે, દુનિયાના દરેક એવોર્ડ અને સન્માન ઝાંખા લાગે.
