પાટડીના ઝીંઝુવાડામાં ઐતિહાસિક દરવાજા નજીક ગંદકીના ગંજ
સ્થાનિક તંત્ર દ્વારા સ્વછતા બણગા ખોટા સાબિત થયા
સરકાર જ્યારે એક તરફ સ્વછતા અને ઐતિહાસિક સ્થળોને જીવંત રાખવા પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહ્યા છે.
ત્યારે બીજી તરફ ખરેખર ઐતિહાસિક સ્થળોની હાલત ખૂબ જ દયનીય નજરે પડે છે.
પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામ પ્રાચીન કાળમાં નામચીન રાજાશાહી ધરાવતું ગામ હતું.
અહીં ઝીંઝુવાડા ગામ સાથે અનેક પૌરાણિક વાર્તાઓ પણ જોડાયેલી છે.
જેનો ઉલ્લેખ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોતાની મન કી બાતમાં પણ કરેલ છે.
પરંતુ ખરેખર આ ઝીંઝુવાડા ગામના ઐતિહાસિક દરવાહ અને કિલ્લાની હાલત ખુબ જ દયનીય નજરે પડે છે.
જેમાં ઝીંઝુવાડા ગામે આવેલ પ્રાચીન દરવાજા ફરતે ગંદકી અને ઉકરડાના ગંજ હાલ નજરે તરે છે.
ઝીંઝુવાડા ગામે પૌરાણિક તળાવ, વાવ અને કિલ્લા સાથે આ દરવાજો પણ ખૂબ જ જાણીતો છે.
પરંતુ તંત્રની જાળવણીના અભાવે પૌરાણિક દરવાજાની દુર્દશા દયનીય કહી શકાય.
ત્યારે સ્વછતા મોટા મોટા બણગા ફુંકતું તંત્ર સ્વચ્છતામાં સબ ખડે ગયું હોવાનું આ ચિત્ર પરથી સપાટી થાય છે.
