પાટડી લૂંટ વિથ મર્ડર કેસ : વડગામમાં માજીના હત્યારા હજી પોલીસ પકડથી દૂર, અનેક લોકોના નિવેદન લેવાયા

પાટડી લૂંટ વિથ મર્ડર કેસ : વડગામમાં માજીના હત્યારા હજી પોલીસ પકડથી દૂર, અનેક લોકોના નિવેદન લેવાયા

પાટડીના વડગામ ગામે 72 વર્ષની એકલા રહેતા 72 વર્ષના વૃદ્ધાના કાન કાપી સોનાના દાગીના લૂંટી ઘાતકી હત્યા કર્યાની ગોઝારી ઘટનામાં હજી હત્યારા પોલીસ પકડથી દૂર છે. દસાડા પોલીસ, એલસીબી અને એસઓજી દ્વારા સીસીટીવી ફૂટેજ તપાસવાની સાથે લોકોના નિવેદન લઇ હત્યારાનું પગેરૂ મેળવવા આકાશ પાતાળ એક કરી રહી છે.

પાટડી તાલુકાના વડગામ ગામમાં ગામની વચ્ચોવચ્ચ એકલા રહેતા 72 વર્ષના માજી શાંતાબેન ડોડીયાની મધ્યરાત્રે કોઈ અજાણ્યા ચોરે ઘરમાં ઘૂસી એમના કાન કાપી સોનાના પાંચ વારીયા અને બંગડીઓ મળી કુલ રૂ. 1,80,000ના સોનાના ત્રણ તોલાના દાગીનાની લૂંટ કરવાની સાથે મોઢામાં ડૂચો આપી ગળે ટુપો આપીને અંધારામાં પલાયન થઇ ગયો હતો. આ ગોઝારી ઘટનાના પગલે ખુદ જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પંડ્યા, ડીવાયએસપી વી.બી.જાડેજા, એલસીબી, એસઓજી સહીત દસાડા પીએસઆઇ એન.એ.ડાભી સહીતની પોલીસ ટીમ વડગામ દોડી ગઈ હતી.

ત્યારે નાડોદા સમાજની વૃદ્વ મહિલાની અંતિમયાત્રામાં આખુ ગામ જોડાયું હતું. બીજી બાજુ વડગામ લૂંટ વિથ મર્ડર કેસમાં હજી હત્યારા પોલીસ પકડથી દૂર છે. જયારે દસાડા પોલીસ, એલસીબી અને એસઓજી દ્વારા સીસીટીવી ફૂટેજ તપાસવાની સાથે લોકોના નિવેદન લઇ હત્યારાનું પગેરૂ મેળવવા આકાશ પાતાળ એક કરી રહી છે. દસાડા પોલીસ દ્વારા મૃતક વૃદ્ધા શાંતાબેન ડોડીયાના કપડા પણ એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે. જયારે બનાવની જગ્યાની આજુબાજુમાં મોબાઈલ પર કોઈએ વાત કરી હોય તો એનું ટ્રેક કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી છે.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર