સમૃદ્ધ અને જોરદાર ઝાલાવાડ વચ્ચે “આજ કી રાત મજા હુસ્ન કા આંખો સે લીજીયે”
ઝાલાવાડની ગરિમાને ઠેસ પહોંચાડતું નગ્ન નૃત્ય નાછૂટકે મહિલાઓએ નિહાળ્યું
એક તરફ જોરદાર ઝાલાવાડ સમૃદ્ધ ઝાલાવાડના કાર્યક્રમ થકી સરકાર અને તંત્ર દ્વારા ઝાલાવાડને પ્રતિભાશાળી દર્શાવવા માટેના પ્રયત્નો હાથ ધરાય છે પરંતુ આ ગ્લોબલ ઝાલાવાડ એક્સપોમાં ઝાલાવાડની ગરિમાને લાંછન લાગે તે પ્રકારના ગીતો પર નૃત્ય કરતી મહિલાઓના લીધે ઝાલાવાડની બચેલી આબરૂ પણ નીલામ થઈ હતી.
જાણવા મળતી વિગતો અનુસાર હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં ઉધોગને વિકસાવવા માટે એમ.પી શાહ કોલેજ ખાતે ઝાલાવાડ એક્સ્પો કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં અનેક રાજકીય નેતાઓ સંતો અને પ્રશાસનના અધિકારીઓ ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહ્યા હતા પરંતુ રવિવારે અહી ઝાલાવાડની આબરૂ નીલામ થતું દ્રશ્ય નજરે પડ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ગુજરાતના કેટલાક સુપ્રસિધ્ધ ફિલ્મી કલાકારોએ હાજરી આપી હતી .
દર્શકોને મજા કરાવવા માટે ઝાલાવાડને ખમીરવંતુ દર્શાવવાને બદલે “આજ કી રાત મજા હુસ્ન કા આંખો સે લીજીયે” જેવા ગીતો પર ડાન્સ કરતી એક્ટર નજરે પડી હતી. આ સમયે અનેક મહિલાઓ અને દેશના ભવિષ્ય એટલે કે બાળકો અને યુવાનો પણ હાજર હતા ત્યારે આ પ્રકારના ગીતો શરૂ કરી આયોજકો દ્વારા ઝાલાવાડની આબરૂ કાઢી હોય તેવો ઘાટ સર્જાયો હતો.
આ કાર્યક્રમ સમયે મહિલાઓ અને બાળકોને ન છૂટકે ” આજ કી રાત મજા હુસ્ન કા આંખો સે લીજીયે” અને “ઓ શરાબી, ક્યાં શરાબી ફિલ્મે જિસકે ગમ ન હો” જેવા નિમ્ન કક્ષાના ગીતો પર ડાન્સ કરતી ઍક્ટરને નિહાળવી પડી હતી. ત્યારે જોરદાર ઝાલાવાડ અને સમૃધ્ધ ઝાલાવાડ અને ઉધોગોને વિકસાવવાના બણગા ફૂંકતા ખરેખર બાળકો અને યુવા વર્ગને ક્યાં રસ્તે દોરવા માંગે છે ? તેવા પ્રશ્નો અહીં ઉદ્ભવ થયા છે.
કાર્યક્રમમાં હિન્દી ફિલ્મના ગીતો પર ડાન્સ કરવા મામલે પૂર્વ ધારાસભ્યનો કટાક્ષ
ઝાલાવાડ એક્સપો કાર્યક્રમ દરમિયાન હિન્દી ફિલ્મના ગીતો પર ડાન્સ શરૂ થતા ઝાલાવાડની આબરૂ નીલમ થઈ હતી જ્યારે આ પ્રકારના વિડિયો વાઇરલ થતા ચોટીલા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા દ્વારા સોશિયલ મીડિયા પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે ળફર કરજો મનમોહન ! ગુજરાત સરકાર અને ગ્લોબલ ઝાલાવાડ એ કર્યું સુરેન્દ્રનગરને શર્મશાર જે તકવાદી દિવ્યંગત પ્રધાનમંત્રી માટે દુ:ખી નથી ભવિષ્યમાં દુ:ખી હશે ?
અગાઉ પણ લોકમેળામાં ઝાલાવાડની સંસ્કૃતિ છિન્નભિન્ન
રાજ્યનો સુપ્રસિધ્ધ તરણેતર મેળામાં પણ આ પ્રકારના દૃશ્ય જોવા મળ્યા હતા જેમાં બેઠી ત્રણ યુવતીઓ સ્ટેજ પર અશ્લીલ ડાન્સ કરી રહી હતી તે સમયે પણ રાજ્યન અન્ય વિસ્તારોમાંથી આવેલા મહેમાનોમાં ઝાલાવાડની સંસ્કૃતિ છિન્નભિન્ન થઈ હતી.
હિન્દી ફિલ્મના ગીત પર ડાન્સ પૂર્ણ થયા બાદ આયોજકોને બત્તી થઈ
આ આખોય કાર્યક્રમ ઝાલાવાડમાં ઉધોગ વિકસાવવા માટે અને ઝાલાવાડની સંસ્કૃતિ દર્શાવા માટેનો હતો પરંતુ હિન્દી ફિલ્મના ગીતો પર ડાન્સ શરૂ થયા બાદ જ્યારે વિડીયો વાયરલ થયા ત્યારે કંઈક ખોટું થયાની મોડેથી આયોજકોને સમજ થઈ હતી.
