કચ્છના ચારણ ગઢવી યુવાને જમ્મુ કાશ્મીરમાં 3 આતંકીઓને ઠાર કરવામાં ભજવી મહત્વની ભૂમિકા.
J&K માં કચ્છ ના જાંબાઝ યુવકે 3 આતંકીને કર્યા ઠાર
બારામુલ્લામાં આતંકવાદ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
સુરક્ષા દળોની આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી
જમ્મુ કાશ્મીર (Jammu And Kashmir)ના બારામુલ્લામાં શુક્રવાર રાત્રે ઘર્ષણ થયું હતું જેમાં માંડવી તાલુકાના મોટા ભાડીયા ગામના જાંબાઝ જવાન પુનશી ખેંગાર ગઢવી અને તેમના સાથી જવાનોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આતંકવાદ સામે લડતા કચ્છના ચારણ યુવાન સહિત દેશના સીમાડા સાચવતા માઁ ભોમના વીરોને વંદન.
તમને જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીર (Jammu And Kashmir)માં આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાલ ચાલી રહી છે. બારામુલ્લા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. સૂત્રોએ આ માહિતી આપી છે.
તમને જણાવી દઈએ કે ભારતીય સેના (Indian Army)અને જમ્મુ અને કાશ્મીર (Jammu And Kashmir) પોલીસ દ્વારા આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ઉત્તર કાશ્મીર જિલ્લાના પટ્ટન વિસ્તારના ચક તાપર ક્રિરીમાં શુક્રવારે મોડી રાત્રે ગોળીબાર શરૂ થયો હતો. દરમિયાન, એક અલગ એન્કાઉન્ટરમાં, સેનાના રાઇઝિંગ સ્ટાર કોર્પ્સ યુનિટના જવાનોએ શુક્રવારે કઠુઆમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.