05
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અબોલ પશુ પક્ષીઓને ચણ, રોટલી, ગાઠીયા, તેમજ પાણી પૂરું પાડી જીવદયા ટીમના સભ્યો અનોખો આનંદ અનુભવી રહ્યા છે. ઈડર જીવદયા મિત્ર મંડળની ટીમો દ્વારા અલગ-અલગ લોકેશન પર અબોલ પશુ પક્ષીઓને ચણ, રોટલી, ગાઠીયા, પાણીનાં કુંડા ઊંચકી પહાડો પર રોજીંદુ સેવાકાર્યો અર્થે નીકળી પડે છે. જેમાં 50 કરતા પણ વધુ સભ્યોની ટીમ દરરોજ વહેલી સવારે ગઢ તળેટીથી લઇ ઈડરિયા ગઢ સુઘી અબોલ પશુ પક્ષીઓને પાણીના કુંડામાં પાણી નાખે છે અને ખોરાક આપી અનોખું માનવ સેવાનું ઉત્તમ કાર્ય નિભાવી રહ્યા છે.