Bharuch: નંદેલાવ બ્રીજનું સમારકામ હાથ ધરાશે, 5 ફેબ્રુઆરીથી બ્રીજ બંધ, આ રસ્તા પર જઇ શકાશે

Aarti Machhi, Bharuch: ભરૂચ નંદેલાવ બ્રીજ જર્જરીત હોય રીપેરીગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન તા.5 ફેબ્રુઆરીના રોજ સવારે 8 કલાકથી તા.9 ફેબ્રુઆરીના રોજ સવારે 8 કલાક સુધી વાહનોની અવર– જવર બંધ કરવામાં આવશે. આ અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન. આર. ધાધલે જાહેરનામુ બહાર પાડ્યું છે.

આ રસ્તાનો ઉપયોગ કરી શકાશે

એ.બી.સી. સર્કલથી શ્રવણ ચોકડી તરફ જતા બ્રીજ ઉપરના વાહનોને એ.બી.સી. સર્કલથી ડાયવર્ટ કરી સામેની બાજુથી એટલે કે શ્રવણ ચોકડીથી એ.બી.સી. સર્કલ તરફ આવતા બ્રીજ ઉપર જ અવર-જવર કરે તે રીતે ડાયવર્ટ કરી બન્ને તરફનો વાહન વ્યવહાર શ્રવણ ચોકડીથી એ.બી.સી. સર્કલ તરફ આવતા નંદેલાવ બ્રીજ ઉપરથી ચાલુ રહેશે.

વધુ ટ્રાફીક જામની સમસ્યા સર્જાય તો એ.બી.સી. સર્કલથી તેમજ મઢુલી સર્કલથી નંદેલાવ બ્રીજ ઉપર ફકત મોટા વાહનોની અવરજવર ચાલુ રહેશે. તેમજ ટુ વ્હીલર તેમજ નાના ફોર વ્હીલર વાહનો એ.બી.સી. સર્કલથી કોલેજ રોડ થઈ ભૃગુઋષિ બ્રીજથી શકિતનાથથી શ્રવણ ચોકડી બાજુ વાહન વ્યવહારની અવરજવર ચાલુ રહેશે.

News18ગુજરાતી


News18ગુજરાતી

વધુ ટ્રાફીક જામની સમસ્યા સર્જાય તો નર્મદા ચોકડી થી ને.હા.નં-8 ઉપર અતિથી રીસોર્ટથી ચાવજ રેલ્વે અંદર પાસ થઈ હીંગલ્લા ચોકડી તરફ અથવા ભરૂચ શહેર તરફ માત્ર ટુ વ્હીલ૨ તેમજ નાના ફોર વ્હીલર વાહન જઈ શકશે.

દહેજ તરફથી આવતા ભારે વાહનો વડોદરા–સુરત તરફ જતા વાહનો મનુબર ચોકડીથી જંબુસર બાયપાસ થઈ થામ, દયાદરા, સમની, આમોદ, કરજણ તથા જંબુસર રોડ તરફ જઈ શકશે.

**નેશનલ હાઇવે નં.**8 ઉપર આવતા વાહનો પાલેજથી સરભાણ, આમોદ, આછોદ, ગંધાર થઈ દહેજ તરફ જઈ શકશે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Pratham Report
Author: Pratham Report

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર