Rinku Thakor,Mehsana: મહેસાણાની દૂધસાગર ડેરીમાં આવેલી શ્રી મોતીભાઈ આર. ચૌધરી સૈનિક સ્કૂલ ઉત્તર ગુજરાતમાં શરૂ થનાર પ્રથમ સૈનિક સ્કૂલ છે. સૈનિક સ્કૂલમાં ધોરણ છથી પ્રવેશ લેવામાં આવે છે. તેના માટે વિદ્યાર્થીને ઓલ ઇન્ડિયા સૈનિક એન્ટ્રેસ એક્ઝામ પાસ કરવી પડે છે અને તેના મેરીટના આધારે બાળકને પ્રવેશ મળે છે.
રહેવા, જમવા સહિતની સુવિધા
મેહસાણાની સૈનિક શાળામાં રહેવા,જમવા અને રમત ગમતની દરેક સુવિધા છે. અહીં શાળામાં વિદ્યાર્થીઓમાં શિષ્ટતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને એ પ્રમાણે જ અહી વિદ્યાર્થી માટે રોજનું રૂટિન સેટ કરેલું હોય છે. જેમાં સવારે 5:30 થી રાત્રે 10:30 સુધી તેમનું રોજનું રૂટીન હોય છે, જેમાં તેઓ અભ્યાસ ક્રમ સીબીએસસી પ્રમાણનો છે. પી ટી ટ્રેનીંગ, સેલ્ફ સ્ટડી અને સોશિયલ સ્ટડી અને કલ્ચરલ સ્ટડી પણ હોય છે.
છાત્રોએ અનેક સિદ્ધી હાંસલ કરી
તાજેતરમાં ચંદ્રપૂર ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા નેશનલ ગેમ્સમાં મહેસાણાની સૈનિક શાળાનાં છાત્રોએ ઉત્તમ દેખાવ કર્યો હતો.તેમજ શાળાની એક વિદ્યાર્થીનીએ લોગ જમ્પમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ભારતભરમાંથી છાત્રો અભ્યાસ માટે આવ્યા
સૈનિક શાળામાં હાલ નવા 55 એડમિશન થઈ ગયા છે અને કુલ 105 વિધાર્થીઓ હાલ અહી અભ્યાસ કરી રહ્યા છે. અહીં બિહાર, રાજ્સ્થાન, ગુજરાત, ઝારખંડ,એમ પી, મણિપુર, મહારાષ્ટ્ર, દિલ્હી અને ઉત્તર પ્રદેશનાં વિદ્યાર્થી અભ્યાસ માટે આવ્યાં છે. જેમાં ચાર છોકરીઓ પણ અભ્યાસ કરી રહી છે.
નવુ બિલ્ડિંગ બની રહ્યું છે
સૈનિક શાળાની નવી બિલ્ડિંગ મહેસાણાનાં બોરીયાવી ગામમાં દૂધસાગર ડેરી દ્વાર pppt મોડેલથી તૈયાર થઇ રહી છે. જ્યાં 900 જેટલા વિદ્યાર્થીનાં રહેવા અને જમવાની વ્યવસ્થા અને 100 સ્ટાફ મેમ્બરની જગ્યા ફાળવી છે. જેનું કામ આગામી વર્ષ સુધીમાં પૂરું થઈ જવાનો અંદાજ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર