Mehsana: ઉત્તર ગુજરાતમાં આ વર્ષે આટલા હેક્ટરમાં ઉનાળું પાક વાવેતરનો અંદાજ, આ જિલ્લાઓમાં આટલા વાવેતરની શક્યતા

Rinku Thakor, Mehsana: ઉત્તર ગુજરાતમાં મોટાભાગના શિયાળુ પાકની લણણીનો સમય નજીક આવી ગયો છે. ફેબ્રુઆરી અંત સુધીમાં મોટાભાગની કાપણી પૂર્ણ થઇ જશે. ત્યારે ખેડૂતોએ ઉનાળુ વાવેતરની તૈયારી શરૂ કરી દીધી છે.ત્યારે આ વર્ષે ઉત્તર ગુજરાતમાં આ ઉનાળુ વાવેતરમાં 3.77 લાખ હેક્ટર માં પાક વાવેતરનો અંદાજ છે.ઉનાળું વાવેતરની માર્ચના પહેલા સપ્તાહથીકૃષિ વિભાગ ગણતરી શરૂ કરશે.જેમાં આ વર્ષે મહેસાણામાં 41 હજાર હેક્ટર વાવેતરનું અનુમાન લગવામાં આવી રહ્યો છે.

**આટલું હશે અંદાજે વાવેતર
**

ઉત્તર ગુજરાતમાં મોટાભાગના શિયાળુ પાકની લણણીનો સમય નજીક આવી ગયો છે. ફેબ્રુઆરી અંત સુધીમાં મોટાભાગની કાપણી પૂર્ણ થઇ જશે. ત્યારે ખેડૂતોએ ઉનાળુ વાવેતરની તૈયારી શરૂ કરી દીધી છે. એક અંદાજ મુજબ ઉ.ગુ.માં 3.77 લાખ હેક્ટર ઉનાળુ વાવેતર થશે.છેલ્લા 3 વર્ષની સરેરાશ મુજબ, ચાલુ સાલે ઉત્તર ગુજરાતની 3.77 લાખ હેક્ટર જમીનમાં ઉનાળુ વાવેતર થઇ શકે છે. જેમાં સૌથી વધુ 2.82 લાખ હેક્ટર વાવેતર બનાસકાંઠામાં થવાની શક્યતા છે.

**જિલ્લાનાં ભાગ માં હશે આટલું વાવેતર
**

મહેસાણા જિલ્લાની 41 હજાર, પાટણની 16 હજાર, સાબરકાંઠા 21800 અને અરવલ્લી જિલ્લાની 16300 હેક્ટર જમીનમાં ઉનાળુ વાવેતર થવાની શક્યતા છે. ઉનાળુ પાકોમાં સૌથી વધુ બાજરી અને ઘાસચારાનું વાવેતર થશે.

News18ગુજરાતી


News18ગુજરાતી

**આ પાક ઉગાડવા માં આવે છે ઉનાળુ વાવેતર માં
**
મગફળી, શાકભાજી, મકાઇ, મગ, તલ સાથે અન્ય પાકોનું વાવેતર ઉનાળુ સીઝન માં કરવા આવે છે .ફેબ્રઆરીનાં અંતમાં શિયાળુ પાકની કાપણ શરૂ થાય છે અને એના પછી ઉનાળુ પાક નું વાવેતર કરવામાં આવે છે ,એપ્રિલ મહિનાના અંત સુધીમાં ઉનાળુ સિઝન પૂર્ણ થશે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Pratham Report
Author: Pratham Report

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર