Mehsana: તુવેરનાં ટોઠાનાં એક કિલ્લોનાં 320 રૂપિયા, ખાવા લોકોની લાગે છે લાઇન

Rinku Thakor, Mehsana: શિયાળામાં હળદરનું શાક, તુવેર ટોટા, ડુંગળિયું, રગડ-દાળ જેવી વાનગીની લોકપ્રિયતા વધારે છે. મહેસાણામાં રાધનપુર રોડ પર વીસનગરવાળાનાં તુવેરનાં ટોઠા પ્રખ્યાત છે. જછેલ્લાં 12 વર્ષથી મહેસાણાના લોકો શિયાળું સ્પેસ્યલ વાનગીની મોજ માણે છે.

મહેસાણામાં તુવેર ટોઠા સ્ટ્રીટ ફૂડ તરીખે ઓળખાય છે

દુકાનના સંચાલક શૈલેશભાઈએ જણાવ્યું હતું કે, વીસનગરમાં તુવેર ટોઠા ખાવાનું ચલણ છેલ્લાં પંદર વર્ષથી જોવા મળ્યું છે. વીસનગરના કારીગરો જ બનાવે છે. અમારી મહેસાણા સહિત કડી, ક્લોલમાં પણ શાખાઓ છે. મહેસાણામાં તુવેર ટોઠા સ્ટ્રીટ ફૂડ તરીખે ઓળખાય છે. બીજું, સૂકી તુવેર બારે માસ મળે છે પણ એનો અસલ સ્વાદ તો શિયાળામાં જ માણવાની મજા આવે છે. અમારા ટોઠાની વિશેષતા એ છે કે, અમે તલના તેલમાં તજ, લવિંગ, તમાલપત્ર, લીમડો, આખો મરી, લીલું લસણ, લીલી ડુંગળી, ટમેટો પ્યુરી, ગોળ, અમારા સ્પેશ્યલ ગરમ મસાલા સાથે અન્ય મસાલા, મીઠું નાખી મિશ્રણ તૈયાર કરી એમાં સૂકા તુવેર ટેઠા ઉમેરી કાશ્મીરી મરચું નાખી બનાવીએ છીએ. અમારે ત્યાં લોકો તુવેર ટોઠા સાથે બ્રેડ અથવા રોટલા, છાશ, ડુંગળી અને ગરમ-ગરમ જલેબીની મોજ મળે છે. અને અહી સાંજે પાંચ થી રાત સુઘી ચાલુ હોય છે. 120 રૂપિયામાં માણસ તૃપ્ત થાઇ જાય છે.

આ વાનગીનો આટલો ભાવ જાણો

તુવેર ટોઠા 320 રૂપિયામાં 1 કિલો, ડુંગરીયુ 320 રૂપિયામાં 1 કિલો, લીલી હળદરનુ શાક 560 રૂપિયામાં 1 કિલો મળે છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Pratham Report
Author: Pratham Report

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર