પાટણ: ગુજરાત રાજ્યમાં એક ગંભીર મામલો બન્યો હતો જેની ચર્ચા ચારેતરફ થઈ રહી છે. સિદ્ધપુરમાંથી પીવાના પાણીની પાઇપલાઇનમાંથી માનવ અવશેષો મળવા અંગે રહસ્ય ઘેરાયું હતું. તો સાથોસાથ શહેરની 25 વર્ષની યુવતી લવીના સાતમી મેના રોજથી ગુમ થઇ ગઇ હોવાની વાતને લઈને પણ ચર્ચા ચાલી રહી હતી. આ યુવતીનાં લગ્ન 12મી મેના રોજ થવાના હતા. આ મામલાની તપાસ પોલીસ એક સાથે ચલાવી રહી હતી. અને હવે આ મામલે સૌથી મોટો ખુલાસો થઈ ગયો છે.
પરિવારજનોનો દાવો સાચો
ગુમ થયેલ યુવતીના પરિવારજનોએ દાવો કર્યો હતો કે મળેલા માનવ અવશેષો ગુમ યુવતીના જ છે. તો પોલીસને આ યુવતીના સીસીટીવી ફૂટેજ પણ મળ્યા હતા જે આ ટાંકીથી થોડે દૂરના હતા. જેમાં આ યુવતી મોં પર દુપટ્ટો બાંધીને જતી દેખાઇ રહી છે.
ગુમ યુવતી લવલીના હરવાણીની સગાઇ અમદાવાદમાં થઇ હતી. તેના 12મી મેના રોજ લગ્ન થવાના હતા. જે અંગેની તૈયારીઓ પણ ધામધૂમથી ચાલી રહી હતી. લગ્નના પાંચ દિવસ પહેલા જ યુવતી સાંજે મંદિરમાં જવાનું કહીને ઘરેથી નીકળી હતી. જોકે, સીસીટીવી ફૂટેજમાં દેખાઇ રહ્યું છે કે, યુવતી દોડી રહી છે. જેના કારણે પોલીસની સંભાવના પ્રમાણે, આ મળેલા માનવ અવશેષો ગુમ યુવતીના હોવાની સંભાવના છે. ઘટનાસ્થળેથી બંગળી, દુપટ્ટો મળી આવ્યા બાદ પોલીસે માતા અને પિતાના ડિએનએ સેમ્પલ લીધા હતા.
પોલીસને તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ મળ્યા છે. આ સીસીટીવી ફૂટેજમાં યુવતી એકલી જ જતી દેખાય છે. યુવતી ઘરેથી નીકળી તેના 18 મિનિટ પછીનો ફૂટેજ છે. તેણે મોઢા પર દુપટ્ટો વીટાળેલો છે. પોલીસને તપાસ દરમિયાન પણ પાણીની ઉંચી ટાંકીમાંથી દુપટ્ટો મળ્યો છે. તેની બહેનના જણાવ્યા પ્રમાણે પોલીસને મળેલો દુપટ્ટો લવલીનાનો છે. સીસીટીવી ફૂટેજમાં પણ તેવો જ દુપટ્ટો દેખાય છે. આવો જ એક દુપટ્ટો તેના ઘરે પણ છે. બંને બહેનો પાસે એક જેવા જ દુપટ્ટા હતા. આ ઉપરાંત પાણીની પાઇપમાંથી પગના અવશેષ પણ મળી આવ્યા હતા. તે સમયે તેની પર સફેદ રંગની લેગિંગ પણ વીંટણાયેલી હતી. સીસીટીવીમાં દેખાતી યુવતીએ પણ સફેદ રંગની જ લેગિગ્સ પહેરી હોવાનું વીડિયોમાં દેખાઇ રહ્યું છે.
**આ પણ વાંચો:
અમદાવાદની આસપાસની 5 ભૂતિયા જગ્યાઓ, ધોળા દિવસે પણ મુલાકાત લેતા ફાટી પડે છે લોકો
**
આ તપાસમાં ગુમ યુવતીના માતા પિતાના ડીએનએ અને અવષેશોનું પીએમ રિપોર્ટ પણ કરાવવામાં આવ્યું આવતા આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થઈ ગયો છે.
News18ગુજરાતી
DNA રિપોર્ટમાં ખુલાસો
માતા પિતાના ડીએનએ અને અવષેશોની તપાસ કરવામાં આવી હતી. પાઇપલાઇનમાંથી મળેલ માનવ અવષેશોના રીપોર્ટ અને ગુમ થયેલ યુવતીના માતા પિતાના DNA રિપોર્ટ પર સૌ કોઈની નજર હતી. હવે સાબિત થઈ ગયું છે કે માનવ અવશેષો ગુમ થનાર યુવતી લવીના હરવાણીના જ છે. અને આ દાવો સાચો હોવાનું DNA રિપોર્ટમા સામે આવ્યું હતું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર