યૂનિફાઈડ પેન્શન સ્કીમ ( UPS ) vs NPS : સરકારી કર્મચારીઓની નિવૃતિ બાદની પેન્શન પ્રણાલીમાં આર્થિક સુરક્ષા માટે કેન્દ્ર સરકાર હવે એક નવી પેન્શન સ્કીમ યૂનિફાઈડ પેન્શન સ્કીમ લાવી છે.
આ પેન્શન યોજના વર્ષ 2004થી લાગૂ એનપીએસની સાથે-સાથે ચાલશે.
કર્મચારીઓની પાસે હવે યૂપીએસ કે એનપીએસમાંથી પેન્શન માટે કોઈ એક વિકલ્પ પસંદ કરવાની છૂટ.
1 એપ્રિલ, 2025થી યૂનિફાઈડ પેન્શનલ સ્કીમ લાગૂ થશે. ત્યારે કર્મચારીઓએ જણાવવું પડશે કે, તેઓ NPS હેઠળ પેન્શન લેવા માંગે છે કે UPS હેઠળ. કોઈપણ વિકલ્પ પસંદ કર્યા બાદ આમાં ક્યારેય પણ ફેરફાર કરી શકાશે નહીં. એટલે કે, કોઈ કર્મચારીએ યૂપીએસની પસંદગી કરી લીધી, તો ભવિષ્યમાં ફરીથી NPSની પસંદગી કરી શકશે. આ પ્રકારે એનપીએસને પસંદ કરનારા લોકો ફરીથી UPSમાં આવી શકશે નહીં.
કેબિનેટે શનિવારે કેન્દ્ર સરકારના 23 લાખ કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ને મંજૂરી. યુપીએસ એ સુનિશ્ચિત કરે છે કે કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓને છેલ્લા 12 મહિનાના તેમના છેલ્લા ખેંચાયેલા પગારના 50 ટકા પેન્શન તરીકે મળે છે જેમણે 25 વર્ષ કે તેથી વધુ સમયથી સેવા આપી છે. વધુમાં, તેઓ તેમની પેન્શન રકમમાં નિવૃત્તિ પછીના ફુગાવા-સંબંધિત ઇન્ક્રીમેન્ટ માટે પણ પાત્ર હશે. કેબિનેટ સચિવ-નિયુક્ત ટીવી સોમનાથને જણાવ્યું હતું કે નવી યોજના 1 એપ્રિલ, 2025 ના રોજ અમલમાં આવશે, અને તેનો લાભ 31 માર્ચ, 2025 સુધીમાં નિવૃત્ત થનારાઓને લાગુ થશે, જેમાં કોઈપણ બાકી રકમની ચુકવણીનો સમાવેશ થાય છે. કર્મચારીઓ પાસે આગામી નાણાકીય વર્ષથી યુપીએસ અથવા એનપીએસ પસંદ કરવાનો વિકલ્પ હશે.
UPSમાં ગેરેન્ટેડ પેન્શનની જોગવાઈ – સરકાર દાવો કરી રહી છે કે, આમાં NPSમાં આવી રહેલી તમામ ફરિયાદોને દૂર કરવામાં આવી છે. આ યોજના ઓલ્ડ પેન્શન સ્કીમની જેમ સુનિશ્ચિત પેન્શન યોજનાની જોગવાઈ છે અને તેને 2025થી લાગૂ કરી દેવામાં આવશે. UPSમાં પેન્શનની રકમ નિશ્ચિત હશે અને તે પરિવારના કોઈપણ સભ્યોને સુનિશ્ચિત પેન્શનનો લાભ પ્રદાન કરશે, સાથે જ આમાં મોંઘવારી અનુસાર ગોઠવણીની પણ જોગવાઈ છે.
NPS વિસ્તારમાં :
NPSમાં પેન્શનની ગેરેન્ટી નથી હોતી, તેના બદલે, કર્મચારી અને એમ્પ્લોયરના યોગદાનથી એક ફંડ બનાવવામાં આવે છે, જેમાંથી નિવૃત્તિ પછી પેન્શન આપવામાં આવે છે. રોકાણ દ્વારા નફો થવાની સંભાવના હોવા છતાં, પેન્શનની રકમ નિશ્ચિત નથી.