બીજેપી સાંસદ કંગના રનૌતને ખેડૂતોના આંદોલનને લઈને નિવેદન આપવું અઘરું પડ્યુ છે. બીજેપીએ કંગના ના નિવેદનથી પોતાને દૂર રાખ્યા છે અને કંગનાને કડક સૂચના પણ આપી છે. ભાજપે સ્પષ્ટ કહ્યું છે કે કંગના રનૌત દ્વારા ખેડૂતોના આંદોલનના સંદર્ભમાં આપવામાં આવેલ નિવેદન પાર્ટીનો અભિપ્રાય નથી.
ભાજપે કંગનાને આપી કડક સૂચના :-
ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલી નોટિસમાં કહ્યું છે કે પાર્ટી વતી કંગના રનૌતને પાર્ટીના નીતિ વિષયક મુદ્દાઓ પર બોલવાની મંજૂરી નથી અને તેઓ અધિકૃત નથી. બીજેપી દ્વારા કંગનાને ભવિષ્યમાં આવા કોઈ નિવેદન ન આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’ અને સામાજિક સમરસતાના સિદ્ધાંતોને અનુસરવા કટિબદ્ધ છે.
શું હતું કંગનાનું નિવેદન?
કંગના રનૌતનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. કંગનાએ કહ્યું હતું કે ખેડૂતોના આંદોલન દરમિયાન મૃતદેહો લટકતા હતા અને બળાત્કાર થતા હતા. ખેડૂત બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું જેણે દેશને આંચકો આપ્યો. બાંગ્લાદેશમાં જે બન્યું હતું તેવું આ ખૂબ લાંબુ આયોજન હતું. ચીન અને અમેરિકા જેવી વિદેશી શક્તિઓ અહીં કામ કરી રહી છે. કંગનાએ કહ્યું હતું કે જો અમારું ટોચનું નેતૃત્વ મજબૂત ન હોત તો બાંગ્લાદેશમાં જે થયું તે અહીં થવામાં લાંબો સમય ન લાગત.