જામનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે વિવિધ વિસ્તારોમાં ફસાયેલા નાગરિકોને પોલીસ, ફાયરબ્રિગેડ અને NDRF જવાનો દ્વારા રેસ્કયૂ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા.
જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી ફાયરની ૧૦ ટીમ અને NDRFની ૧ ટીમ દ્વારા ૭૦થી વધુ લોકોનું બચાવકાર્ય હાથ ધરી તેમને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામ વાડી વિસ્તારમાં ફસાયેલા 11 લોકોને હેલિકોપ્ટર દ્વારા રેસ્કયૂ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા.