જય શાહ ICCના વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બાર્કલેનું સ્થાન લેશે. ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ 30 નવેમ્બરના રોજ પૂરો થશે .
BCCI સેક્રેટરી જય શાહ ગૃહમંત્રી અમિત શાહના પુત્ર છે.
વર્ષ 2013માં જય શાહને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સંયુક્ત સચિવ બનાવવામાં આવ્યા હતા.
જય શાહની પત્નીનું નામ રિશિતા પટેલ છે. બંને કોલેજના મિત્રો છે. રિશિતાના પિતાનું નામ ગુણવંતભાઈ પટેલ છે અને તેઓ બિઝનેસમેન છે. જય શાહે 10 ફેબ્રુઆરી 2015ના રોજ રિશિતા સાથે લગ્ન કર્યા અને બંનેને બે પુત્રીઓ છે.
વર્ષ 2019માં જય શાહને સેક્રેટરી પદની જવાબદારી મળી હતી . તેઓ 2021માં એશિયન ક્રિકેટ કાઉન્સિલના(ACC) પ્રમુખ બન્યા હતા.
જય શાહની કુલ સંપત્તિ 124 કરોડ રૂપિયા . નવાઈની વાત એ છે કે તે બીસીસીઆઈ પાસેથી પગાર લેતા નથી.
જય શાહ એક બિઝનેસમેન છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ , જય શાહ ટેમ્પલ એન્ટરપ્રાઈઝના ડિરેક્ટર હતા, જે 2016માં બંધ થઈ ગયું હતું. અહેવાલો અનુસાર, જય શાહ કુસુમ ફિનસર્વમાં લગભગ 60 ટકા હિસ્સો ધરાવે છે.