જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે રણજીતસાગર ડેમ સહિત અન્ય નદી-નાળા થયા ઓવરફ્લો; તંત્ર દ્વારા સ્થાનિકોને સતર્ક રહેવા તેમજ બિનજરૂરી અવરજવર ન કરવા અપીલ.
જામનગરમાં ભારે વરસાદને કારણે લોકોના ઘરમાં પાણી ઘુસ્યા
જામનગરમાં શહેરના ચર્ચ નજીક જળ ભરાવ થઇ ગયો હતો.જામનગરમાં ભારે વરસાદને કારણે લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા. છેલ્લા બે દિવસથી જ આ પરિસ્થિતિ જોવા મળતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા હતા.
શહેરમાં વરસાદ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને જોતા સૈન્યની મદદ પણ લેવામાં આવી છે. ગતરોજ એરફોર્સ બાદ આજે નવી અને આર્મીના જવાનોની એક એક ટીમ શહેરમાં કામે લાગી છે.રંગમતી ડેમ અને રણજીતસાગર ડેમનું પાણી શહેરમાં ઘુસી ગયું હતું.
જામનગર જિલ્લામાં અતિભારે વરસાદના પરિણામે તમામ નદી નાળાઓ અને ડેમ ઓવરફ્લો થયા છે. ત્યારે લોકોને બહાર અવર જવર ન કરવા અને ક્યાંય પણ પાણીનો પ્રવાહ જોવા ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે