વડોદરા કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સમીક્ષા બેઠક.
ભારે વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિ અંગે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા રાહત કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા; ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, વડોદરાના મેયરશ્રી તથા વડોદરા શહેર-જિલ્લાના અધિકારીશ્રીઓ-પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિ.
મુખ્યમંત્રીશ્રીએ વડોદરા શહેરમાં પૂર બાદની સ્થિત ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરવા જણાવ્યું; વડોદરા શહેર તથા જિલ્લામાં સ્વચ્છતા, આરોગ્ય, વીજળી અને માર્ગોના કામોને અગ્રતા આપવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી.