પાંચમો દિવસે પેરિસ પેરાલિમ્પિકમાં ભારતને મળ્યો આઠમો મેડલ , યોગેશ કથુનિયાએ ડિસ્કસ થ્રો માં સિલ્વર મેડલ જીત્યો

યોગેશ કથુનિયાએ ડિસ્કસ થ્રો માં સિલ્વર મેડલ જીત્યો

યોગેશ કથુનિયાએ ડિસ્કસ થ્રો માં સિલ્વર મેડલ જીત્યો, પેરિસ પેરાલિમ્પિકમાં ભારતને મળ્યો આઠમો મેડલ

પેરિસ પેરાલિમ્પિક 2024નો આજે પાંચમો દિવસ છે. પાંચમા દિવસે ભારતના યોગેશ કથુનિયાએ મેન્સ ડિસ્કસ થ્રો F56 ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતા સિલ્વર મેડલ જીત્યો છે. યોગેશે સતત બીજા પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો છે. આ પહેલા ટોક્યોમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો. આ પેરિસ પેરાલિમ્પક્સમાં ભારતનો આઠમો મેડલ છે.

પેરિસ પેરાલિમ્પિક 2024માં યોગેશે ડિસ્કસ થ્રો ના ફાઇનલ રાઉન્ડમાં 42.22 મીટરનો થ્રો ફેંક્યો અને બીજા સ્થાને રહ્યો હતો. આ ઈવેન્ટમાં બ્રાઝિલનો ક્લાઉડની બનિસ્તા પ્રથમ ક્રમે રહ્યો હતો, તેણે 46.86 મીટર થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

યોગેશ 9 વર્ષની ઉંમરે ગિલિયન-બૈરે સિન્ડ્રોમથી થયો હતો પીડિત

યોગેશ કથુનિયાનો જન્મ 4 માર્ચ 1997ના રોજ બહાદુરગઢમાં થયો હતો. તેમના પિતા ભારતીય સેનામાં હતા જ્યારે માતા ગૃહિણી છે. 9 વર્ષની ઉંમરે યોગેશ ગિલિયન-બેરે સિન્ડ્રોમથી પીડિત થયા હતા. તેમણે ચંદીગઢની ઇન્ડિયન આર્મી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં તેમના પિતા ચંડીમંદિર કેન્ટોનમેન્ટમાં તૈનાત હતા. તેમની માતાએ ફિઝિયોથેરાપી શીખી લીધી હતી અને ત્રણ વર્ષના સમયમાં યોગેશને ફરીથી ચાલવા માટે સક્ષમ બનાવ્યો હતો. યોગેશે બાદમાં દિલ્હીની કિરોડીમલ કોલેજમાં એડમિશન લીધું હતું અને કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું.

વર્ષ 2016માં યોગેશે સ્પોર્ટ્સની દુનિયામાં પગ મૂક્યો હતો

વર્ષ 2016માં કિરોડીમલ કોલેજમાં વિદ્યાર્થી સંઘના મહાસચિવ સચિન યાદવે પેરા એથ્લિટ્સના વીડિયો બતાવીને રમતને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ કથુનિયાએ પેરા સ્પોર્ટ્સમાં ઝંપલાવ્યું હતું. વર્ષ 2018માં બર્લિનમાં યોજાયેલી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ યુરોપિયન ચેમ્પિયનશિપમાં 2018માં ડિસ્કસ થ્રો 45.18 મીટર સુધી ફેંકીને એફ 36 કેટેગરીમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

યોગેશ કથુનિયાએ 2022ના સમર પેરાલિમ્પિક્સમાં પુરુષોની ડિસ્કસ થ્રો એફ 56માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને સિલ્વર મેડલ જીત્યો હતો. 2020ના સમર પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ યોગેશ કથુનિયાને અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યો હતો.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર