Search
Close this search box.

પાંચમો દિવસે પેરિસ પેરાલિમ્પિકમાં ભારતને મળ્યો નવમો મેડલ , પેરા બેડમિન્ટન ખેલાડી નિતેશ કુમારે મેન્સ સિંગલ SL3 કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો.

પેરા બેડમિન્ટન ખેલાડી નિતેશ કુમારે મેન્સ સિંગલ SL3 કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

નિતેશ કુમારે પેરાલિમ્પિક્સ 2024માં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યા છે. પેરા બેડમિન્ટન ખેલાડી નિતેશ કુમાર પેરિસ પેરાલિમ્પિક્સની મેન્સ સિંગલ SL3 કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. નીતીશે ફાઇનલમાં ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલને 21-14, 18-21, 23-21થી હરાવ્યો હતો. પેરાલિમ્પિકમાં ભારતને નામે થયેલો આ આ નવમો મેડલ છે.

નિતેશ પહેલી જ વાર પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ રહ્યો છે અને તેણે પહેલા જ પ્રયાસમાં ગોલ્ડ મેડલ પોતાને નામ કરીને ઈતિહાસ રચ્યો છે. હવે તે પેરાલિમ્પિક્સની બેડમિન્ટન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનારો ત્રીજો ભારતીય એથ્લેટ બની ગયો છે. તેની પહેલા પ્રમોદ ભગત અને કૃષ્ણા નાગરે ટોક્યો પેરાલિમ્પિકમાં મેન્સ સિંગલ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો હતો.

15 વર્ષની ઉંમરમાં નિતેશના જીવનમાં એક દુ:ખદ વળાંક આવ્યો હતો અને તેણે 2009માં વિશાખાપટ્ટનમમાં એક ટ્રેન અકસ્માતમાં પોતાનો પગ ગુમાવ્યો. જો કે ત્યારબાદ નીતિશ માટે અહીં સુધી પહોંચવું પણ એટલું સરળ નહોતું કારણ કે એક સમય એવો હતો જ્યારે તેઓ મહિનાઓ સુધી પથારીવશ હતા અને તેમની હિંમત તૂટી ગઈ હતી.

તેણે 2016 માં તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી, અને 14 જૂન 2022 ના રોજ SL3 કેટેગરીમાં વિશ્વમાં નંબર 3 બન્યો.

કુમારે 2017 માં આઇરિશ પેરા-બેડમિન્ટન ઇન્ટરનેશનલ ખાતે તેનું પ્રથમ ટાઇટલ જીત્યું. 2019 માં, તેણે રમતગમત અને યુવા બાબતોના વિભાગ માટે વરિષ્ઠ કોચ તરીકે કામ કરવાનું શરૂ કર્યું.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર