Search
Close this search box.

રવિન્દ્ર જાડેજાની રાજકારણમાં જબરજસ્ત એન્ટ્રી : ભાજપની ‘પિચ’ પર રમવા તૈયાર , રિવાબા જાડેજાએ માહિતી શેર કરી

Ravindra Jadeja - રવિન્દ્ર જાડેજા
Ravindra Jadeja - રવિન્દ્ર જાડેજા
રવિન્દ્ર જાડેજા – ravindra jadeja

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ હવે રાજકારણમાં એન્ટ્રી કરી છે.

તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)ના સભ્ય બન્યા છે.

જામનગરથી ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજાએ આ અંગે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી હતી.

તેમણે twitter પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘રવિન્દ્ર જાડેજાએ ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું છે.’

નોંધનીય છે કે,  રવિન્દ્ર જાડેજાએ તાજેતરમાં T20 વર્લ્ડ કપ 2024 બાદ ઈન્ટરનેશનલ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.

રવિન્દ્ર જાડેજાએ પત્ની રીવાબા સાથે ઘણાં રોડ શો કર્યા

ભારતીય ક્રિકેટ રવિન્દ્ર જાડેજાએ પત્ની રીવાબા સાથે અનેક વખત ચૂંટણી પ્રચારમાં જોડાય છે.

ચૂંટણી દરમિયાન તેઓ પત્ની રીવાબા સાથે ભાજપ માટે પ્રચાર કરતા જોવા મળ્યા હતા, તેમણે ઘણાં રોડ શો પણ કર્યા.

રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જામનગર ઉત્તર બેઠક પરથી ધારાસભ્ય છે.

હવે રવિન્દ્ર જાડેજાએ ભાજપનું સભ્યપદ લીધું છે.

T20 વર્લ્ડ કપ 2024 બાદ રીવાબા અને રવિન્દ્ર જાડેજાએ ટીમ ઈન્ડિયાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર