વડોદરામાં માર્ગ પર દોડતા વાહનો વચ્ચે મગરનું વોકિંગ , કાલાઘોડા બ્રિજ પર દેખાયો .
વડોદરામાં વારંવાર મગરો બહાર આવી જવાના કિસ્સાઓ બની રહ્યા છે. મગરો રહેણાંક વિસ્તાર તેમજ જાહેર માર્ગો પર પણ દેખાઇ રહ્યા છે. અને તેમનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ગતરાત્રે લગભગ 10 ફૂટનો મગર રાતે વિશ્વામિત્રી નદીમાંથી બહાર નીકળી કાલાઘોડા બ્રિજ પર આવી જતાં હવે જાણે મગરનો ભય ના રહ્યો હોય તેમ લોકો મગરની વિડીયો ગ્રાફી કરવા સાથે વાહનો પર બિન્દાસ્ત પસાર થઇ રહ્યા હતા. કાલાઘોડા બ્રિજ પર રાતે બહાર આવી ગયેલા મગરનું રેસ્ક્યૂ કરીને ફોરેસ્ટની ઓફિસે લઇ જવાયો હતો.