પાટણમાં સરસ્વતી ડેમમાં જોરદાર પ્રવાહને લીધે વિસર્જન કરતા અંતિમ વિદાય થઇ, એકસાથે ચાર ચાર અર્થીઓ ઉઠી.
ગુજરાતના પાટણમાં ગણેશ વિસર્જન દરમિયાન એક હ્રદયદ્રાવક ઘટના બની હતી,
જ્યાં સરસ્વતી ડેમમાં જોરદાર પ્રવાહને કારણે પ્રજાપતિ પરિવારના ચાર સભ્યોએ જીવ ગુમાવ્યા હતા.
જ્યારે અન્ય ત્રણને બચાવી લેવાયા હતા.
પીડિતોની ઓળખ શીતલ, જીમિત, દક્ષા અને નયન પ્રજાપતિ તરીકે થઈ હતી.
પરિવારજનોનું હૈયાફાટ રૂદન, સરસ્વતી નદીમાં ગણેશવિસર્જન સમયે ડૂબી જતા માતા, બે પુત્રો અને મામાનું મોત થયું હતુ.