પ્રેસનોટ : તા.૨૫/૦૯/૨૦૨૪ : સુરત DILR કચેરી લેન્ડ રેકોર્ડના તત્કાલીન ડીસ્ટ્રીકટ ઇન્સ્પેકટર આલમસિંહ જીતસિંફ ચૌહાણ, વર્ગ-૩ નાઓ વિરુધ્ધ રૂ.૭૩,૩૩,૬૫૮/- (૧૨૮.૭૫%) ની અપ્રમાણસર મિલ્કત અંગેનો ગુનો દાખલ કરતી સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે.
એ.સી.બી.ને આધારભુત માહિતી મળેલ કે, સુરત DILR કચેરી લેન્ડ રેકોર્ડના તત્કાલીન ડીસ્ટ્રીકટ ઇન્સ્પેકટર આલમસિંહ જીતસિંહ ચૌહાણ, વર્ગ-૩ નાઓએ તેઓની ફરજ દરમ્યાન કાયદેસરની ભ્રષ્ટ રીત રસમો અપનાવી તેઓના નામે તેમજ તેઓના આશ્રિતોના નામે અપ્રમાણસર મિલ્કત વસાવેલ હોવાની માહિતી આધારે આક્ષેપિત આલમસિંહ જીતસિંહ ચૌહાણ નાઓ વિરુધ્ધ મિલ્કત અંગેની તપાસ હાથ ધરવામાં આવી.
તપાસ દરમ્યાન મેળવવામાં આવેલ દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાઓની વિગતો અને વિવિધ સરકારી કચેરીઓમાંથી મેળવેલ દસ્તાવેજી માહિતી તથા તેમના નાણાકિય વ્યવહારોની માહિતી એકત્રીત કરવામાં આવેલ જે તપાસના અંતે મળેલ તમામ વિગતોની એ.સી.બી.ના નાણાકિય સલાહકાર દ્વારા વિષ્લેષણ કરવામાં આવેલ. જે આક્ષેપિતે પોતાની કાયદેસરની ફરજ દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરપયોગ કરી ઇરાદાપુર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે વિવિધ ભ્રષ્ટ રીત-રસમ અપનાવી ભ્રષ્ટાચારથી નાણા મેળવી તે નાણાનો ઉપયોગ કરી પોતાના તથા પોતાના આશ્રિતોના નામે મિલ્કતોમાં રોકાણ કરેલાનું પ્રાથમિક દષ્ટીએ ફલીત થયેલ જે આક્ષેપિતે પોતાની કાયદેસરની આવક રૂ.૫૬,૯૬,૧૦૨/- (છપ્પન લાખ છનુ હજાર એક સો બે રૂપિયા) ના પ્રમાણમાં પોતાના તથા પોતાના પરિવારજનોના નામે કુલ રોકાણ અને ખર્ચ રૂ.૧,૩૦,૯૯,૨૮૨/- (એક કરોડ ત્રીસ લાખ
નવાણું હજાર બસો બૈયાસી રૂપિયા) કરેલાનું તપાસ દરમ્યાન ફલીત થયેલ છે.
આમ, આક્ષેપિતે પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં રૂ.૭૩,૩૩,૬૫૮/- (તોતેર લાખ ત્રેતીસ હજાર છ સો અઠાવન રૂપિયા)ની વધુ સપંતી વસાવેલાનું જણાઇ આવેલ છે. જે તેઓની આવકના પ્રમાણમાં ૧૨૮.૭૫% થી વધુ અપ્રમાણસર મિલ્કતો છે.
આ કામે સમગ્ર પ્રાથમિક તપાસ કરનાર અધિકારી શ્રી બી.ડી.રાઠવા, પોલીસ ઇન્સ્પેકટર, નવસારી એ.સી.બી. પો.સ્ટે. નાઓએ સરકાર તરફે ફરિયાદ આપી સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે.માં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ની કલમ ૧૩(૧)(ઇ) તથા ભ્ર.નિ.અધિ.(સુધારા-૨૦૧૮)ની કલમ ૧૩(૧)(બી) તથા ૧૩(૨) મુજબનો ગુનો આક્ષેપિત વિરુધ્ધ દાખલ કરાવેલ છે. સદર ગુનાના સુપરવિઝન અધિકારી શ્રી આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ નાઓ છે.
સરકારશ્રીના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતા સરકારી અધિકારી/ કર્મચારીઓ દ્વારા કાયદેસરના મહેતાણા સિવાય જાહેર જનતા પાસે જો કોઇ ગેરકાયદેસર અવેજની માંગણી કરવામાં આવે તો તેઓ સરકારી અધિકારી/કર્મચારીઓ અંગેની જાણ એ.સી.બી. કચેરી ટોલ ફ્રી નં.૧૦૬૪ તેમજ ટેલિફોન નં.૦૭૯-૨૨૮૬૬૭૭૨ ફેક્સ નં.૦૭૯-૨૨૮૬૯૨૨૮ ઇ-મેઇલ-astdir-acb-f2@gujarat.gov.in વોટ્સએપ નં.૯૦૯૯૯ ૧૧૦૫૫ ઉપર કરવા જાગૃત જનતાને આહવાન કરવામાં આવે છે.