શક્તિસિંહ ગોહિલ: દાહોદ શાળાના આચાર્યએ ૬ વર્ષની પુત્રી પર બળાત્કારનો પ્રયાસ અને હત્યા કરી, જાણો વધુ.
શક્તિસિંહ ગોહિલ
ગુજરાતના દાહોદમાં, તેની જ શાળાના આચાર્યએ ૬ વર્ષની પુત્રી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો અને જ્યારે બાળકી રડવા લાગી, ત્યારે હેવાન આચાર્યએ તેનું ગળું દબાવીને હત્યા કરી નાંખી.
બળાત્કારનું જઘન્ય કૃત્ય કરનાર આચાર્ય ભાજપની વિચારધારા સાથે આરએસએસનો પ્રચારક છે. મહિલાઓ અને બાળકો સામેના ગુનાખોરીના મામલામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક છે. આજે બાળકીના પરિવારને ન્યાય અપાવવા માટે મહિલાઓ અને બાળકો સામે વધી રહેલા ગુનાખોરીના મામલાઓ સામે જવાબદાર રચનાત્મક વિરોધપક્ષ તરીકે લોકોનો અવાજ ઉઠાવવા પદયાત્રા કરી વિરોધ દર્શાવીએ છીએ.
અમારી માંગ છે કે, પોસ્કો અને ૩૦૨ મર્ડરની કલમો લાગે, તાત્કાલિક કેસ ચાલે અને ફાંસીની સજા કરવામાં આવે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી પશ્ચિમ બંગાળની ઘટના પર ટ્વિટ કરી શકતા હોય તો દાહોદની ઘટના પર કેમ ચુપ છે ? શું ગુનેગાર ભાજપની વિચારધારાનો છે એટલે ?
ગૃહમંત્રીનું નિવેદન આવે કે કોઈ ચરમબંધીને નહીં છોડીએ પણ ભાજપવાળાને કોઈ તકલીફ પડતી નથી. વડાપ્રધાનશ્રી બીજા રાજ્યમાં કે જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં આવી ઘટના બને ત્યારે કાગારોળ કરે છે, ભાજપના લોકો રસ્તાઓ ઉપર ઉતરી પડે છે.
દાહોદમાં ૬ વર્ષની બક્ષીપંચની દીકરી સાથે ઘટના બની છે ત્યારે ભાજપના લોકોને ચિંતા નથી, કારણ કે ગુનો કરનાર ભાજપની વિચારધારાનો પ્રચારક છે એટલે મૌન બેઠા છે. આ ભાજપની માનસિકતા છે.