દિલ્હીમાં પોલીસે રૂ. 2000 કરોડનું 200 કીલો કોકેઇન જપ્ત કર્યુ

દિલ્હીમાં પોલીસે રૂ. 2000 કરોડનું 200 કીલો કોકેઇન જપ્ત કર્યુ

– એક જ સપ્તાહમાં કોકેઇનનો બીજો મોટો જથ્થો પકડાયો

– બીજી ઓક્ટોબરે રૂ. 5600 કરોડનું 562 કીલો કોકેઇન જપ્ત કરવામાં આવ્યું હતું : ડ્રગ્સ લાવનાર લંડન ભાગી ગયો
નવી દિલ્હી : દિલ્હીના રમેશ નગરમાંથી પોલીસે ૨૦૦૦ કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યુ છે. ડ્રગ્સ લાવનાર વ્યકિત લંડન ભાગી ગયો છે. જપ્ત કરવામાં આવેલ કોકેઇનનું વજન ૨૦૦ કીલો હોવાનો અંદાજ છે.

જે કારમાં કોકેઇન લાવવામાં આવ્યું હતું તેમાં જીપીએસ લગાવેલું હતું. હાલમાં પોલીસ કોકેઇન દાણચોરની ધરપકડ માટે દરોડા પાડી રહી છે. પોલીસ જીપીએસ લોકેશન ટ્રેક કરી પહોંચી હતી.

આ કોકેઇન પણ તે જ સિંડીકેટની છે જેને ૫૬૦૦ કરોડ રૂપિયાના કોકેઇન સાથે પકડવામાં આવી હતી. અત્યાર સુધી કુલ ૭૬૨ કીલો કોકેઇન જપ્ત કરવામાં આવ્યું છે. દેશમાં કોકેઇનની આ સૌથી જપ્તી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ અગાઉ પંજાબમાં એક મોટી ડ્રગ્સ સિંડીકેટનો ખુલાસો થયો હતો. ૫૬૦૦ કરોડના ડ્રગ્સ સિંડિકેટ કેસમાં લગભગ ૧૦ કરોડનું કોકેઇન પંજાબમાંથી જપ્ત કરવામાં આવ્યું હતું.

સિંડિકેટને બ્રિટન અને દુબઇથી કોકેઇનનો મોટો જથ્થો પૂરો પાડવાનો ઓર્ડર મળતો હતો. દિલ્હીમાં બીજી ઓક્ટોબરે ડ્રગ્સનો એક મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ૫૦૦ કિલોથી વધુનો કોકેઇન જપ્ત કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસના સર્ચ ઓપરેશનમાં આ જથ્થો પકડાયો હતો.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર