ગૃહિણીઓ શાકભાજીના વધતાં જતાં ભાવથી ત્રસ્ત , ખેડૂતો પાસેથી ખરીદભાવ અને માર્કેટ માં વેચાણભાવ વચ્ચે મોટું અંતર
120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે ટામેટા !!
શાકભાજીના ભાવો કોરોના અને મંદીમાં વધતા ગરીબ અને મધ્યમવર્ગના પરિવારજનોનું બજેટ ખોરવાયું છે.
શાકભાજીનાં ભાવો આસમાને પહોચી ગયા છે. ભારે વરસાદને લીધે વરસાદી પાણી ખેતરોમાં ભરાતાં ખેડૂતોને મોટું નુકશાન થયું છે. ખેડૂતો લળણી કરેલો પાક કાઢી નહીં શકતા શાકભાજીના ભાવમાં બમણો વધારો નોંધાયો છે. ખાસ કરીને ભીંડા, તુવર, ટામેટા, રીંગણ, આદુ, પાપડી, ગુંવાર,અને મરચાંને તેની મોટી અસર થઈ છે. શાકભાજીનો ઉંચા ભાવ વધારાથી ગૃહીણી પરેશાન થઈ રહી છે. આજે દરેક શાકભાજી રૃા.૬૦ થી વધુના ભાવે વેચાતા લોકોની મુશ્કેલી વધી છે.
શાકભાજીનાં ભાવોમાં બમણો વધારો થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. હાલમાં બજારોમાં શાકભાજીનાં ભાવો સતત વધી રહ્યાં છે. જેથી મધ્યમ અને સામાન્ય પરિવારો કફોડી સ્થિતિમાં મુકાઈ રહ્યાં છે. બજારમાં દરેક શાકભાજીનાં ભાવો વધી ગયા છે. જે શાકભાજી થોડા દિવસો પહેલા જે ભાવે વેચાતું હતું. તેના ડબલ કરતાં વધારે ભાવે હાલમાં વેચાઈ રહ્યુ છે.
શાકભાજીનાં કારણે રોજે રોજ જીવન જરૂરિયાત માટે તમામ શાકભાજીનાં ભાવો ઉંચા જતાં ગૃહિણીઓ માટે એ પ્રશ્ન સર્જયો છે કે આજે રસોઇમાં શું બનાવવું.
ભાવ નક્કી કરવામાં વેપારીઓનું જ પ્રભુત્વ હોય છે. ખેડૂત તો ભાવ નક્કી જ કરી શકતો નથી.
બજારમાં જે ભાવે લોકો શાકભાજી ખરીદે છે. તેની સામે ખેડૂતોને બહુ ઓછા ભાવ મળે છે.
ખેડૂત પાસેથી જે શાકભાજી 10 થી 15 રૂપિયા કિલો પ્રમાણે લેવામાં આવે છે તે શાકભાજી બજારમાં 40 રૂપિયાથી વધુના ભાવે વેચાય છે.
જેમાં ખેડૂતને તો કંઈ મળતું નથી માત્ર વેપારીઓ અને વચેટિયાઓ કમાણી કરી રહ્યા છે.