Search
Close this search box.

શુભમ લોંકરએ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો – હત્યાનું કારણ દાઉદ ઇબ્રાહિમ સાથેનું તેમનું જોડાણ – મુંબઈમાં એન.સી.પી. નેતા બાબા સિદ્દીકની હત્યાના ખુલાસાઓ

મુંબઈમાં એન.સી.પી. નેતા બાબા સિદ્દીકની હત્યાના ખુલાસાઓ : શુભમ લોંકરએ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો – હત્યાનું કારણ દાઉદ ઇબ્રાહિમ સાથેનું તેમનું જોડાણ – મુંબઈમાં એન.સી.પી. નેતા બાબા સિદ્દીકની હત્યા બાદ ખુલાસાઓ

મુંબઈમાં એન.સી.પી. નેતા બાબા સિદ્દીકની હત્યાના ખુલાસાઓ

શુભમ લોંકર એ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો અકોલા પોલીસ આ મામલાની સઘન તપાસમાં વ્યસ્ત છે હત્યાનું કારણ દાઉદ ઇબ્રાહિમ સાથેનું તેમનું જોડાણ : મુંબઈમાં એન.સી.પી. નેતા બાબા સિદ્દીક ની હત્યા બાદ એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ

મુંબઈમાં એન.સી.પી. નેતા બાબા સિદ્દીકની હત્યાના ખુલાસાઓ

  • શુભમ લોંકરએ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો
  • અકોલા પોલીસ આ મામલાની સઘન તપાસમાં વ્યસ્ત છે
  • હત્યાનું કારણ દાઉદ ઇબ્રાહિમ સાથેનું તેમનું જોડાણ

બાબા સિદ્દીક હત્યા : મુંબઈમાં એન.સી.પી. નેતા બાબા સિદ્દીક ની હત્યા બાદ એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ બાબા સિદ્દીક ની હત્યાને લઈ ફેસબુક ઉપર એક પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. ત્યારે આ પોસ્ટના માધ્યમથી લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ બાબા સિદ્દીક ની હત્યાની જવાબદારી લીધી છે. તો આ પોસ્ટના માધ્યમથી મુખ્ય આરોપીની શોધ શરું કરવામાં આવી હતી. ત્યારે જે વ્યક્તિએ આ પોસ્ટ વાયરલ કરી હતી. તેને શોધી પાડવામાં આવ્યો હતો.

શુભમ લોંકરએ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો

બાબા સિદ્દીકની હત્યા બાદ ફેસબુક ઉપર જે પોસ્ટ કરવામાં આવી હતી. તેની જવાબદારી કુખ્યાત આરોપી શુભવ લોંકર છે. જેણે ફેસબુક ઉપર પોતાનું નામ શુબ્બુ લોંકર લખીને રાખ્યું છે. જોકે આ પહેલા પણ ફેબ્રુઆરી ૨૦૨૪ માં  શુભમ પર ગેરકાયદેસર હથિયાર રાખવાનો આરોપ લાગ્યો હતો. અકોલા પોલીસે તેની પાસેથી ત્રણ પિસ્તોલ અને ૧૧  જીવતા કારતૂસ જપ્ત કર્યા હતાં. તે ઉપરાંત એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, શુભમ લોંકરએ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો હોય શકે છે.

અકોલા પોલીસ આ મામલાની સઘન તપાસમાં વ્યસ્ત છે

પરંતુ જ્યારે તાજેતરમાં મુંબઈ પોલીસના આદેશ અનુસાર અકોલા પોલીસ આરોપી શુભવ લોંકરના નિવાસ્થાને પહોંચી હતી. ત્યારે અકોલા પોલીસને તેના ઘરમાંથી માત્ર દરવાજે લટકેલું એક તાડું મળ્યું હતું. તે ઉપરાંત આ લાંબાગાળાથી ખાલી હોવાનું આજુબાજુના રહેવાસીઓએ જણાવ્યું હતું. જોકે અકોલા પોલીસ આ મામલાની સઘન તપાસમાં વ્યસ્ત છે, પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.

હત્યાનું કારણ દાઉદ ઇબ્રાહિમ સાથેનું તેમનું જોડાણ

આ મામલે આકોટ ડિવિઝનના એસીપી અમોલ મિત્તલે જણાવ્યું હતું કે આરોપીની ફેસબુક પોસ્ટ સામે આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. તાત્કાલિક અકોલા પોલીસની ટુકડી શુભમ લોંકરના ઘરે પહોંચીને તેના ઘરની તપાસ કરી હતી. પરંતુ ફેસબુક પોસ્ટ તેણે કરી કે અન્ય કોઈએ તે હજુ પણ રહસ્ય છે. તો આ વાયરલ પોસ્ટમાં જણાવ્યું છે કે, કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગે તેની જવાબદારી લીધી છે. ગેંગે દાવો કર્યો છે કે તેઓ સલમાન ખાન સાથે કોઈ યુદ્ધ ઇચ્છતા ન નથી, પરંતુ બાબાની હત્યાનું કારણ દાઉદ ઇબ્રાહિમ સાથેનું તેમનું જોડાણ હતું. જોકે, મુંબઈ પોલીસે ફેસબુક પોસ્ટની પુષ્ટિ કરી નથી.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર