સુરેન્દ્રનગર વિશેષ : આજના સમાચાર

સુરેન્દ્રનગર વિશેષ : આજના સમાચાર

  • સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂડ અને ડ્રગ્સ વિભાગનું ચેકિંગ : શંકાસ્પદ ૧.૪૬ લાખના ઘીનો નાશ કરાયો , તહેવારો નજીક આવતા તંત્ર જાગ્યું . દૂધ , હડદર , મરચું , સોયાબીન મિક્સ , પામોલિન ઓઇલ સહિતના ૪૭ નમૂના લેવાયા , ૧૫ દિવસે રિપોર્ટ આવશે.
  • સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના પગલે કપાસના પાકનો સોથ વડયો . જિલ્લામાં ૨ વખત ભારે વરસાદથી સર્વે કરાયો , પણ તંત્ર દ્વારા વળતર હજુ ચૂકવાયું નહીં.
  • રહેણાંક મકાનમાંથી ચોરેલા વાસણો સાથે શખ્સ ઝડપાયો. ચોરી કરેલા રૂપિયા ૪૦ હજારના ૮૯ કિલો વાસણો ભોગવો નદીના રેલવે પૂલના પિલર નીચે છુપાવ્યા હતા .
  • માળોદ કેનાલ પાસે બાઈકની અડફેટે સાઇકલ ચાલકનું મોત. માતાજીના નૈવેધ કરી પરત ફરતા હતા ત્યારે રતનપરના વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ.
  • રતનપરના વર્લી મટકાનો જુગાર રમતા બે ઝડપાયા
  • ઝીંઝુવાડા ચોવીસી ઝાલા રાજપૂત સમાજે અશ્વદોડ સ્પર્ધા યોજી : ઝીંઝુવાડાના રણમાં સ્પર્ધાનું આયોજન
  • સુરેન્દ્રનગર શહેરમાં મુખ્ય રસ્તાઓ પરથી ૩૫ જેટલા દબાણો દૂર કરાયા , આડેધડ લારી અને પાથરણાવાળાઓને હટાવાયા.
  • થાનના તળાવમાં કેટલાક શખ્સો છેલ્લા ઘણા સમયથી કચરો ઠાલવતાં હોવાથી તળાવની અંદરના જળચરોનું મોત થવાના આક્ષેપ. કચરો ફેંકનાર શખ્સો સામે કડક કાર્યવાહી અને તળાવની સફાઇ માટેની જીવદયા પ્રેમીઓની રજૂઆત.
  • સુરેન્દ્રનગરની સી. યુ. શાહ યુનિવર્સિટી ખાતે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરેંસ વર્ચુઅલ ઓટોપ્સી સિંપોસીયાનું આયોજન કરાયું હતું .
  • સાયલાના ૬૦ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તાલીમ અપાઈ હતી
  • વિરમગામમાં નગરપાલિકાએ ૧૦ મંદિર દરગાહ સહિત ૨૦૦ મકાનો તોડી પાડયા
  • ધ્રાંગધ્રા શહેરમાં યુવકને માર મારનારા ત્રણ શખ્સો ઝડપાયા.

  • બૌદ્ધ ધર્મમાં ધર્માંતરણ બાદ અનુ. જાતિના દાખલા માટે હાલાકી.
  • થાનના તાલુકામાંથી મઝરલોડ  બંદૂક સાથે બે શખ્સો ઝડપાયા.
PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર