આઈ.પી.એલ. મેગા ઓક્શનની તારીખ નક્કી, જાણો ક્યારે અને ક્યાં યોજાશે હરાજી

આઈ.પી.એલ. મેગા ઓક્શનની તારીખ નક્કી, જાણો ક્યારે અને ક્યાં યોજાશે હરાજી

આઈ.પી.એલ. ૨૦૨૫ (ઇન્ડિયન પ્રીમિયર લીગ) ની મેગા ઓક્શન ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ યોજવામાં આવી શકે છે. અહેવાલો અનુસાર, તેનું સ્થળ પણ નક્કી કરવામાં આવ્યું છે. આ વખતે સાઉદી અરેબિયાની રાજધાની રિયાદમાં આઈ.પી.એલ. મેગા ઓક્શનનું આયોજન થઈ શકે છે. જોકે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મેગા ઓક્શન પહેલા તમામ ટીમોએ ખેલાડીઓની રિટેન અને રિલીઝ લિસ્ટ પણ શેર કરવાની રહેશે.

આઈ.પી.એલ.ની છેલ્લી હરાજી દુબઈમાં યોજાઈ હતી પરંતુ આ વખતે રિયાદની પસંદગી થઈ શકે છે. આઈ.પી.એલ. ૨૦૨૫ની મેગા હરાજી માટે વધુ શહેરો પણ યાદીમાં હતા. લંડન અને સિંગાપોર પર પણ વિચાર કરવામાં આવી રહ્યો હતો. એક અહેવાલ અનુસાર, રિયાદની હરાજી માટે પસંદગી કરવામાં આવી છે. રિયાદનો ટાઈમ ઝોન ભારત પ્રમાણે સાચો માનવામાં આવે છે. જેથી પ્રસારણની બાબતમાં પણ સરળતા રહેશે.સ્થળની તૈયારી છેલ્લા તબક્કામાં ચાલી રહી છે

ઓકશનના સ્થળની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી રહી છે. તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. તમામ ૧૦ ફ્રેન્ચાઈઝી સાથે સંકળાયેલા અધિકારીઓ હરાજી માટે રિયાદ પહોંચશે. તેમની સાથે જિયો અને ડિઝની સ્ટાર્સની ટીમ પણ જશે. ઓકશનનું જીવંત પ્રસારણ ‘જીઓ’ અને ‘સ્ટાર’ પર થઈ શકે છે.મેગા ઓકશન પહેલા રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી બહાર આવશે

તમામ ટીમોએ ૩૧મી ઓક્ટોબર પહેલા રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરવી પડશે. તેણે આ યાદી બીસીસીઆઈને સોંપવી પડશે. પછી ઓકશનનો વારો આવશે. આ વખતે ઘણા મોટા ખેલાડીઓની ટીમ બદલાઈ શકે છે. રોહિત શર્માનું નામ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં હતું. ગત સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે રોહિતને સુકાનીપદેથી હટાવી દીધો હતો પરંતુ અહેવાલ મુજબ મુંબઈ રોહિતને રિટેન કરી શકે છે. તેની સાથે સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહને પણ રિટેન કરવામાં આવી શકે છે.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર