ઇકો સેન્સેટિવ ઝોન : સરકારી અધિકારીના આ બાબતે નિવેદન ; ઝોનમાં સમાવિષ્ટ ગીર સોમનાથ , જૂનાગઢ અને અમરેલીના કુલ ૧૯૬ ગામોનું લિસ્ટ , જાણો તમારું ગામ તો નથીને આ યાદીમાં

ઇકો સેન્સેટિવ ઝોન : સરકારી અધિકારીના આ બાબતે નિવેદન ; ઝોનમાં સમાવિષ્ટ ગીર સોમનાથ , જૂનાગઢ અને અમરેલીના કુલ ૧૯૬ ગામોનું લિસ્ટ , જાણો તમારું ગામ તો નથીને આ યાદીમાં

ગીર પૂર્વ નાયબ વન સંરક્ષક અને ધારી પ્રાંત અધિકારીએ સૂચિત ઇકો સેન્સેટીવ ઝોન અંગે પત્રકારો સાથે વાર્તાલાપ કર્યો. ઇકો-સેન્સેટીવ ઝોનમાં મુખ્યત્વે ખાણ પ્રવૃત્તિ તથા હવા, પાણી, જમીન તથા અવાજના પ્રદૂષણ કરતા મોટા ઉદ્યોગો ઉપર પ્રતિબંધ છે. રાજ્ય સરકાર દ્વારા ૬૦ દિવસ સુધી વાંધા અને સૂચનોના આધારે સૂચિત ઇકો સેન્સેટીવ ઝોનનું આખરી જાહેરનામું પ્રસિદ્ધ થશે.

ગીર પૂર્વ નાયબ વનસંરક્ષક અને ધારી પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને ધારીના આંબરડી સફારી પાર્ક  ખાતે પત્રકારો સાથે વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઇકો સેન્સેટિવ ઝોન : સરકારી અધિકારીના આ બાબતે નિવેદન

 

ગીર પૂર્વ નાયબ વનસરંક્ષક રાજદિપસિંહ ઝાલાએ પત્રકારોને એક પ્રેઝેન્ટેશન પ્રસ્તુત કરી સૂચિત ઇકો સેન્સેટીવ ઝોન અંગેના તથ્યોથી વાકેફ કર્યા હતા. તેમણે લોકોને પત્રકારોને ખોટી ભ્રમણાઓથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યુ કે, સૂચિત ઈકો સેન્સેટીવ ઝોન લાગુ થવાથી કુલ ૧૯૬ ગામોનો સમાવેશ થશે. જ્યારે હાલના નિયમો મુજબ ૩૮૯ ગામો રક્ષિત વિસ્તાર અને તેની આસપાસ સમાવિષ્ટ છે જ. આમ, ઇકો સેન્સેટીવ ઝોન લાગુ થવાથી ગામની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે વધારો થતો નથી.

  • ખેડૂત-ખેતી અને ગામતળમાં થતી પ્રવૃત્તિઓ પર સૂચિત ઇકો સેન્સેટીવ ઝોનમાં કોઈ પ્રતિબંધ નહીં આવે
  • ઈકો સેન્સેટીવ ઝોન અંગે ખોટી ભ્રમણાઓથી દૂર રહેવા વન વિભાગનો અનુરોધ
  • ખેતર કે વાડીના માલિક પોતાના ખેતર કે વાડીમાં ભૂગર્ભમાંથી પાણી કાઢવા કૂવા કે દાર કરી શકે છે
  • સૂચિત ઇકો સેન્સેટીવ ઝોન લાગુ થવાથી પ્રભાવિત ગામોની સંખ્યા ૩૮૯માંથી ઘટી અને ૧૯૬ થશે

તેમણે ઉમેર્યુ કે, નેશનલ વાઈલ્ડ લાઈફ એક્શન પ્લાન (૨૦૦૨-૨૦૧૬) મુજબ ઈકોલોજિકલ કોરીડોર જે રક્ષિત વિસ્તારોને જોડે છે તે મહત્વપૂર્ણ છે અને જૈવ વિવિધતા વિભાજનને રોકવા માટે તેને સુરક્ષિત કરવું ખૂબ જરુરી છે. નેશનલ વાઇલ્ડ લાઇફ એક્શન પ્લાન રક્ષિત વિસ્તારો તેમજ કોરીડોરના આસપાસના તમામ વિસ્તારોને પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૮૬ હેઠળ સંવેદનશીલ જાહેર કરવા ભલામણ કરે છે.  ગીર, પાણિયા અને મિતિયાળા રક્ષિત વિસ્તાર ફરતે ઇકો સેન્સીટીવ ઝોન જાહેર કરવા બાબતે ગુજરાત હાઇકોર્ટ દ્વારા તા.૦૩/૦૭/૨૦૨૩ના રોજ રાજ્ય સરકારને ફ્રેશ પ્રપોઝલ રજૂ કરવા ઓરલ ઓર્ડર આપ્યો હતો.

એન.ડબલ્યુ.એલ.એ. ની ભલામણ અને  દેશની સર્વોચ્ચ અદાલતના નિર્દેશો મુજબ ગીર રક્ષિત વિસ્તારની આસપાસ ઇકો-સેનસેટીવ ઝોન માટે જરૂરી સુધારા કરી રિવાઇઝ્ડ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. દરખાસ્તનો ઉદ્દેશ્ય પર્યાવરણીય સંતુલનનું રક્ષણ કરવાનો અને ગીર રક્ષિત વિસ્તારની વૈવિધ્યસભર વન્યજીવોની પ્રજાતિઓ અને તેમના રહેઠાણોના લાંબા ગાળા માટે ટકાવી રખવાનો છે.

દેશની સર્વોચ્ચ અદાલતના નિર્દેશો અનુસાર ગીર રક્ષિત વિસ્તારની ફરતે ૨.૭૮ કિ.મી. નો લઘુત્તમ ઇકો-સેન્સેટીવ ઝોન રાખવામાં આવ્યો છે.

આ ઇકો-સેન્સેટીવ ઝોનની લઘુત્તમ હદ ૦૦.૦૦ કિ.મી. (રક્ષિત વિસ્તારો એક બિજા સાથે સ્પર્શ્તા હોવાથી) અને મહત્તમ હદ ૯.૫૦ કિ.મી. સુધીની છે.

ઈકો-સેન્સેટીવ ઝોનનો કુલ વિસ્તાર ૨૦૬૧.૭૭ ચો. કિ.મી. છે. ઇકો-સેન્સેટીવ ઝોનમાં ૩ જિલ્લાના ૧૧ તાલુકાના કુલ ૧૯૬ ગામોનો સમાવેશ થાય છે. તા.૧૮/૦૯/૨૦૨૪ના રોજ વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા જાહેરનામું બાહર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં ૬૦ દિવસ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વાંધા અને સૂચનો સ્વીકારવામાં આવે છે જેના અંતે આખરી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે.

જાહેરનામામાં 3 જિલ્લાના ૧૧ તાલુકાના કુલ ૧૯૬ ગામોનો સમાવેશ જેનો કુલ વિસ્તાર ૨૦૬૧.૭૭ ચો. કિ.મી. છે. જેમાં અમરેલી જિલ્લાના  આંશિક વિસ્તારવાળા ધારી તાલુકાના ૦૨ ગામ અને સંપૂર્ણ વિસ્તાર વાળા ૨૭ ગામ, ખાંભા તાલુકાના ૩૬ અને સાવરકુંડલા તાલુકાના ૦૭ ગામનો સમાવેશ થાય છે.

આ ઈકો સેન્સેટીવ ઝોનમાં હયાત ગામ-તળના વિસ્તાર ઉપરાંત બીજો તેટલો જ વિસ્તાર ઇકો-સેન્સેટીવ ઝોનમાંથી બાકાત રાખવામાં આવ્યો છે.

ગામતળમાં કરવાની થતી સરકારી અથવા વ્યક્તિગત પ્રવૃત્તિઓ માટે ઇકો સેન્સીટીવ ઝોનને લગત કોઇપણ પરવાનગી લેવાની રહેશે નહીં જેમાં દવાખાના, આંગણવાડી, શાળા, પંચાયત કચેરી, નંદ ઘર, ગામના રસ્તાઓ વગેરે તમામ ગામના વિકાસની પ્રવૃત્તિઓમાં, પોતાના રહેણાંક, પાણીના કનેક્શન, વીજ જોડાણ, કૂવા બાંધકામ વગેરે માટે વન વિભાગની પરવાનગીની આવશ્યકતા નથી.

ઈકો સેન્સેટીવ ઝોનમાં અંગે કેટલાક તથ્યો 

  • ઈકો-સેન્સેટીવ ઝોનમાં રાજ્ય સરકાર  દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રો-ઠરાવો અને જોગવાઇઓ મુજબ કોઇ વ્યક્તિ કે સમુદાય કે સમાજ, ઘર, દુકાન, કરી શકે છે. આ વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવતા મોટા ઉદ્યોગો ઉપર નિયંત્રણ છે.
  • ખેતર કે વાડીના માલિક પોતાના ખેતર કે વાડીમાં ભૂગર્ભમાંથી પાણી કાઢવા કૂવા કે દાર શકે છે.
  • વીજ કનેક્શન લેવા જેવી ખેતી વિષયક બાબતે કોઇ મનાઇ નથી.
  • ઈકો-સેન્સેટીવ ઝોનના કારણે હોટલ, ગેસ્ટ હાઉસ, ફાર્મ હાઉસ, લોજ વગેરે કરવા ઉપર મનાઇ નથી. આ બાબતે રાજ્ય સરકાર ના નીતિ નિયમ મુજબ ઉક્ત તમામ હેતુઓ માટે રાજ્ય સરકારની લગત કચેરી દ્વારા પરવાનગી આપવામાં આવે છે.
  • ઈકો-સેન્સેટીવ ઝોનમાં માલિકીના ઝાડનું છેદન રાજ્ય સરકારના પ્રવર્તમાન નીતિ નિયમ મુજબ થઈ શકે.
  • ઈકો-સેન્સેટીવ ઝોનમાં આવતી નદીઓમાંથી રેતી કાઢવા ઉપર રાજ્ય સરકારના ધારા ધોરણ મુજબ સ્થાનિક રીતે બોનાફાઇડ ઉપયોગ માટે કોઇ પ્રતિબંધ નથી. તેના વાણિજ્ય વેચાણ પર પ્રતિબંધ છે.

અમરેલી જિલ્લાના ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મળી કુલ – ૭૨ ગામો ;

ગીર-સોમનાથ જિલ્લાના ઉના, ગીર-ગઢડા, કોડીનાર અને તાલાલા તાલુકાના મળી કુલ – ૬૫ ગામો

જૂનાગઢ જિલ્લાના ઝોનમાં સમાવિષ્ટ ગામો

તાલુકો ગામ
જૂનાગઢ જામકા
જૂનાગઢ સેમરાળા
વિસાવદર જંબાલા
વિસાવદર લીલીયા
વિસાવદર બરાડીયા
વિસાવદર લીમાધ્રા
વિસાવદર રતાંગ
વિસાવદર મીયા વડલા
વિસાવદર હરીપુર
વિસાવદર ઇશ્વરીયા (ગીર)
વિસાવદર ખાંભાગીર
વિસાવદર મોણપરી મોટી
વિસાવદર પીયાવા ગીર
વિસાવદર પ્રેમપરા
વિસાવદર જાંબુડી
વિસાવદર જવાલડી
વિસાવદર દુધાળા
વિસાવદર માનાનડીયા
વિસાવદર રાજપરા
વિસાવદર ગોવીંદપરા
વિસાવદર કાલસરી
વિસાવદર કાલાવાડ
વિસાવદર અંબાળા
વિસાવદર જેતલવાડ
વિસાવદર કાંકચીયાળા
વિસાવદર ધોડાસણ
વિસાવદર લાલપુર
વિસાવદર વેકરીયા
વિસાવદર રવાનીમુંડીયા
વિસાવદર મહુડા
વિસાવદર મહુડી
માળિયા હાટીના લડુડી
માળિયા હાટીના દેવગામ
માળિયા હાટીના ધરમપુર
માળિયા હાટીના કત્રાસા
માળિયા હાટીના અમરપુર ગીર
માળિયા હાટીના જાલોનદર
માળિયા હાટીના અંબાલગઢ
મેંદરડા હીરપુર
મેંદરડા ભાલછેલ
મેંદરડા સુરજગઢ
મેંદરડા નાજાપુર (છતારીયા)
મેંદરડા ગડકિયા
મેંદરડા કરશનગઢ
મેંદરડા માલણકા
મેંદરડા ગુંદીયાળી
મેંદરડા રાણીધાર
મેંદરડા અમરાપુર
મેંદરડા ચંદ્રવાડી
મેંદરડા ડેડકીયાળ
મેંદરડા ટીંબી
મેંદરડા અંબાળા
મેંદરડા કેનાડીપુર
મેંદરડા નાની ખોડીયાર
મેંદરડા નતાલીયા
મેંદરડા ઇટાળી
મેંદરડા મોટી ખોડીયાર
મેંદરડા ગુંદાળા
મેંદરડા જીંજુડા

 

ગીર સોમનાથ જિલ્લાના ઝોનમાં સમાવિષ્ટ ગામો

તાલુકો ગામ
ઉના ગુંદાળા
ઉના વાજડી
ગીર ગઢડા સોનારીયા
ગીર ગઢડા નીતલી
ગીર ગઢડા વાડલી
ગીર ગઢડા મોતિસર
ગીર ગઢડા બેડિયા
ગીર ગઢડા મોટા સમઢિયાળા
ગીર ગઢડા મહોબતપરા
ગીર ગઢડા ધોકડવા
ગીર ગઢડા નાગડિયા
ગીર ગઢડા સોનસરી
ગીર ગઢડા અંબાડા
ગીર ગઢડા ઉગલા
ગીર ગઢડા જૂના ઉગલા
ગીર ગઢડા ખીલાવાડ
ગીર ગઢડા ફાટસર
ગીર ગઢડા ઝુદ્વાદલી
ગીર ગઢડા ઇટવાયા
ગીર ગઢડા કોડિયા
ગીર ગઢડા રસુલપરા
ગીર ગઢડા ગીર ગઢડા
ગીર ગઢડા ફરેડા
ગીર ગઢડા ઉમેદપરા
ગીર ગઢડા બાબરીયા
ગીર ગઢડા થોરાડી
ગીર ગઢડા ભાખા
ગીર ગઢડા જામવાળા
ગીર ગઢડા કાનસરીયા
ગીર ગઢડા હરમડિયા
ગીર ગઢડા પીછવી
ગીર ગઢડા પીછવા
કોડીનાર અલદિર
કોડીનાર મોરવાડ
કોડીનાર ઘાટવડ
કોડીનાર ચીડવાવ
કોડીનાર કંટાલા
કોડીનાર પાવટી
કોડીનાર સાંધણીધાર
કોડીનાર વળાદર
તાલાલા વિઠલપુર
તાલાલા જમાલપરા
તાલાલા વડાલા
તાલાલા રાયડી
તાલાલા જાવંત્રી
તાલાલા બામણસા
તાલાલા વડાલા
તાલાલા અંકોલવાડી
તાલાલા હડમટિયા
તાલાલા સુરવા
તાલાલા મોરુકા
તાલાલા રસુલપરા
તાલાલા જસપુર
તાલાલા ધાવા
તાલાલા લુશાળા
તાલાલા બોરવાવ
તાલાલા ભોજડે
તાલાલા ચિત્રોડ
તાલાલા સાણગોદરા
તાલાલા રામરેચી
તાલાલા ચિત્રાવડ
તાલાલા હિરણવેલ
તાલાલા જેપુર
તાલાલા બકુલા ધણેજ
તાલાલા મંડોરણા

 

અમરેલી જિલ્લાના ઝોનમાં સમાવિષ્ટ ગામો

તાલુકો ગામ
ધારી મોણવેલ
ધારી ચાંચઇ
ધારી પણીયા ડુંગરી
ધારી ગીગાસણ
ધારી દાલખણીયા
ધારી કોટડા
ધારી શેમરડી
ધારી ક્રાંગસા
ધારી માટનમાળ
ધારી રાવણા
ધારી શાખપુર
ધારી ગોવીંદપુર
ધારી ફાચરીયા
ધારી કુબડા
ધારી સરસીયા
ધારી અમરતપુર
ધારી ડાભાળી
ધારી જીરા
ધારી ત્રંબકપુર
ધારી ખીશરી
ધારી કરમદડી
ધારી જાલજીવડી
ધારી દુધાળા
ધારી ગઢીયા ચાવંડ
ધારી તરસીંગડા
ધારી રાજસ્થળી
ધારી હીરાવા
ધારી પાતળા
ધારી ગઢીયા
ખાંભા ભાણીયા
ખાંભા ગીદરડી
ખાંભા ધાવડીયા
ખાંભા તાતણીયા
ખાંભા પીપળવા
ખાંભા લાસા
ખાંભા ધારી નાની
ખાંભા વિસાવદર
ખાંભા ઇંગોરાળા
ખાંભા અનીડા
ખાંભા વાંકીયા
ખાંભા ભાડ
ખાંભા નાનુડી
ખાંભા ઉમારીયા
ખાંભા ખાંભા
ખાંભા દાઢીયાળી
ખાંભા સરકડીયા – દિવાના
ખાંભા ભાવરડી
ખાંભા કોડીયા
ખાંભા સરકડીયા
ખાંભા ખડાધાર
ખાંભા બોરાળા
ખાંભા બાદરપુર
ખાંભા ચક્રાવા
ખાંભા કંટાળા
ખાંભા ધુંધવાણા
ખાંભા પચ૫ચીયા
ખાંભા સાલવા
ખાંભા રબારીકા
ખાંભા પીપળીયા
ખાંભા આંબલીયાળા
ખાંભા દડલી
ખાંભા તાલડા
ખાંભા હનુમાનપુર
ખાંભા જુના મલકનેસ
ખાંભા નવા મલકનેસ
સાવરકુંડલા ખોડીયાણા
સાવરકુંડલા ગીણીયા
સાવરકુંડલા બગોયા
સાવરકુંડલા આંબરડી
સાવરકુંડલા મીતીયાળા
સાવરકુંડલા અભરામપરા
સાવરકુંડલા જાબાળ

 

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર