વડોદરામાં ૫૦૦૦ પરપ્રાંતીય ચોરોની ફોજ ઊતરી આવ્યાના વાયરલ મેસેજથી ફફડાટ , પોલીસ દોડતી થઈ

વડોદરામાં ૫૦૦૦ પરપ્રાંતીય ચોરોની ફોજ ઊતરી આવ્યાના વાયરલ મેસેજથી ફફડાટ , પોલીસ દોડતી થઈ

વડોદરાઃ પરપ્રાંતીય ચોરોની મોટી ફોજ ઉતરી આવી હોવાની અફવા ફેલાતાં વડોદરાની આસપાસના ગામોમાં લોકોએ મારક હથિયારો સાથે જાગરણ શરૂ કર્યું છે.જેને કારણે પોલીસ ગામેગામ દોડી જઇને મીટિંગો કરી રહી છે.

છેલ્લા કેટલાક સમયથી ચોર ટોળકી ઉતરી આવી હોવાના મેસેજો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ મેસેજોમાં એમ પણ લખવામાં આવ્યું છે કે,એક જગ્યાએ પકડાયેલા ચોરે તેમની સાથે ૫૦૦૦ ચોર હોવાનું કબૂલ્યું છે. ચોરો દ્વારા ઘાતકી હુમલા કરવામાં આવતા હોવાની પણ વાતો વહેતી થઇ છે.

પોલીસે આ પ્રકારની અફવાઓ પર ધ્યાન નહિ આપી કંટ્રોલરૂમનો સંપર્ક સાધવા અપીલ કરી છે.આવા બનાવોને કારણે નિર્દોષ લોકોનો ભોગ લેવાઇ જવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે.

તો  બીજીતરફ પોલીસ કમિશનરે તમામ અધિકારીઓને સતર્ક રહેવા માટે તાકિદ કરી લોકોની વચ્ચે જવા કહેતાં છાણી,જવાહર નગર તેમજ નંદેસરી પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતના અધિકારીઓએ ગામેગામ જઇ અફવાથી દૂર રહેવા માટે સમજાવવા મહોલ્લા મીટિંગો શરૃ કરી છે.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર