ઈઝરાયલ પી.એમ. નેતન્યાહુના ઘર પર હિઝબુલ્લાહનો હુમલો, ડ્રોન એટેકમાં થયું મોટુ નુકસાન
હિઝબુલ્લાહ અને ઇઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે, હિઝબુલ્લાએ આજે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ઘર પર ડ્રોન હુમલો કરવાનો દાવો કર્યો છે. આઈડીએફના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં ત્રણ ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો
હિઝબુલ્લાહએ નેતન્યાહુના ઘર પર ડ્રોન વડે હુમલો કરવાનો દાવો કર્યો છે. હિઝબુલ્લાહે ઈઝરાયેલના સીઝેરિયા વિસ્તારમાં ત્રણ ડ્રોન વડે હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ, હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા આ હુમલાનું અસલી નિશાન આ વિસ્તારમાં હાજર ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું ખાનગી નિવાસસ્થાન હતું.
જોકે, ઈઝરાયેલે હિઝબુલ્લાહના બે ડ્રોન તોડી પાડ્યા છે. પરંતુ એક ડ્રોન સીઝેરિયામાં એક બિલ્ડિંગને ટક્કર માર્યું છે. આઈ.ડી.એફ. અનુસાર, આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી મુજબ ઈઝરાયેલની સેનાએ બે ડ્રોન તોડી પાડ્યા છે અને સ્થિતિની તપાસ કરવામાં આવી રહી છે.
ડ્રોન હુમલા અંગે ઈઝરાયેલે શું કહ્યું?
સીઝેરિયામાં થયેલા ડ્રોન હુમલાને લઈને ઈઝરાયલના વડાપ્રધાન કાર્યાલયે પણ એક નિવેદન જાહેર કર્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે બેન્જામિન નેતન્યાહુ અને તેમની પત્ની હુમલા સમયે તેમના સીઝરિયા નિવાસસ્થાન પર ન હતા. હિઝબુલ્લાહનો ડ્રોન હુમલો વડાપ્રધાનના નિવાસસ્થાનને નિશાન બનાવવાનો પ્રયાસ હતો જેવો હિઝબુલ્લાના ડ્રોન આ વિસ્તારમાં પ્રવેશ્યા કે તરત જ સાયરન વાગવા લાગ્યું. જે બાદ ઈઝરાયેલ સેનાએ હેલિકોપ્ટરથી ડ્રોનને નિશાન બનાવ્યું હતું.