ગુજરાતીઓ દિવાળી વેકેશનમાં ૫૦૦ કરોડ ખર્ચશે, જાણો દેશ-વિદેશમાં તેમની પસંદગીના સ્થળ

ગુજરાતીઓ દિવાળી વેકેશનમાં ૫૦૦ કરોડ ખર્ચશે, જાણો દેશ-વિદેશમાં તેમની પસંદગીના સ્થળ

 નવરાત્રિની પુર્ણાહૂતિ થઈ છે અને દિવાળીની રજાઓને હવે એક મહિના કરતાં ઓછો સમય બાકી છે.

દિવાળીના વેકેશનમાં દેશ-વિદેશમાં ફરવા જવા માટે ત્રણ મહિના અગાઉથી જ ગુજરાતી ટૂર પેકેજ બૂક કરાવવાનું શરૂ કરી દીધું હતું.

હાલ સ્થિતિ એવી છે કે, છેલ્લી ઘડીએ ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોવ તો સામાન્ય દિવસો કરતાં ચાર ગણું વધારે એરફેર અને ટ્રેનમાં ૫૦૦ જેટલા વેઈટિંગના ચક્રવ્યૂહમાંથી પસાર થવું પડશે.

એક અંદાજ પ્રમાણે ગુજરાતીઓ દિવાળીના વેકેશનમાં ફરવા જવા માટે ૫00 કરોડ રૂપિયા ખર્ચી નાખશે.

દિવાળીમાં ફરવા જનારાઓનું પ્રમાણ વધ્યું

ગુજરાતમાં કોરોના દરમિયાન એટલે કે, વર્ષે ૨૦૨૦ થી ૨૦૨૨ દરમિયાન ટૂરિઝમ ઈન્ડસ્ટ્રી લગભગ ઠપ થઈ ગઈ હતી.

પરંતુ છેલ્લા ૩ વર્ષથી તેમાં પ્રાણ ફૂંકાવવાનું શરૂ થઈ ગયું છે. આ વર્ષે દિવાળીની રજાઓમાં ફરવા માટેની ઈન્ક્વાયરી જૂન મહિનાથી જ શરૂ થઇ ગઈ હતી.

ઉનાળા કરતાં પણ દિવાળીમાં ફરવા જનારાનું પ્રમાણ વધારે હોય છે.

ટૂરિઝમ ઈન્ડસ્ટ્રીના દાવા અનુસાર, ગુજરાતીઓ ફરવા જવાના ટૂર પેકેજ પાછળ ઉનાળાના વેકેશનમાં અંદાજે રૂપિયા ૪૦૦ કરોડ રૂપિયા તો દિવાળીના વેકેશનમાં ૫૦૦ કરોડ રૂપિયાથી વધુ ખર્ચી નાખે છે.

ગુજરાતીઓ ઈન્ટરનેશનલ ટૂર વધુ પસંદ કરી રહ્યા છે

જેમાં મોટો વર્ગ એવો પણ છે જે ડોમેસ્ટિક કરતાં ઈન્ટરનેશનલ ટૂર વધારે પસંદ કરી રહ્યા છે.

આ વખતે પણ દુબઈ, અબુધાબી, સિંગાપોર, મલેશિયા, ક્રાબી, થાઇલેન્ડ, ફુકેટ, વિયેતનામ, શ્રીલંકા જેવા સ્થળના પેકેજ ઉપર વધારે પસંદગી ઉતારે છે.

માલદીવ સાથેના વિવાદને પગલે છેલ્લા કેટલાક સમયથી તેની ઈન્કવાયરીમાં ઘટાડો જોવા મળ્યો હતો.

પરંતુ હવે ભારત-માલદીવ સાથેન સંબંધ ફરી પાટા પર આવી જતાં તેની ઈન્કવાયરી પણ ધીરે ધીરે વધી રહી છે.

વિદેશમાં ફરવા માટેના પેકેજ પ્રતિ વ્યક્તિએ અંદાજે ૮૦ હજાર રૂપિયાથી શરૂ થાય છે.

ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઈન્ડસ્ટ્રીના જાણકારે જણાવ્યું કે, ‘ડોમેસ્ટિક કરતાં ઈન્ટરનેશનલ ટૂર પસંદ કરવા એટલા માટે વધારો જોવા મળી રહ્યો છે. કારણ કે, અમદાવાદથી દુબઇ જવા માટે ૧૪ અને લગભગ ૯ જેટલી ડાયરેક્ટ ફ્લાઈટ સિંગાપોર, મલેશિયા, વિયેતનામ અને બાલી માટે છે. ઈન્ટરનેશનલ ફૂલાઈટના વિકલ્પ વધી ગયા હોવાથી એગાઉ કરતાં તેના એરફેરમાં પણ સાધારણ ઘટાડો થયો છે.’

વિદેશના કેટલાક પેકેજ કરતાં ડોમેસ્ટિક ટૂર પેકેજ વધારે મોંઘા હોય છે.

ડોમેસ્ટિક ટૂરની વાત કરવામાં આવે તો તેમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દક્ષિણ ભારત, નોર્થ ઈસ્ટ અને જમ્મુ-કાશ્મીર માટે સૌથી વધુ ઈન્કવાયરી આવે છે.

રણોત્સવ થવાની સંભાવના પણ ઓછી હોવાથી તેના અનેક ટૂરિસ્ટ દેશ-વિદેશના અન્ય સ્થળ તરફ ફંટાઈ રહ્યા છે.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર