રાજકોટ : ભાજપનું સદસ્યતા અભિયાન ફરી વિવાદમાં, રણછોડદાસ ટ્રસ્ટ હોસ્પિટલમાં દર્દીઓને બનાવ્યા સદસ્ય
- રાજકોટની હોસ્પિટલમાં દર્દીને બનાવી દેવાયો સભ્ય
- રાજકોટની રણછોડદાસ ટ્રસ્ટ હોસ્પિટલનો બનાવ
રાજકોટ: ભારતભરમાં અત્યારે ભાજપ સદસ્યતા અભિયાન ચલાવી રહ્યું છે. જેમાં લોકો ભાજપના સદસ્ય બને તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. પરંતુ આ દરમિયાન એક ચોંકાવનારી બાબત સામે આવી છે. રાજકોટની રણછોડદાસ ટ્રસ્ટ હોસ્પિટલમાં એક વ્યક્તિ મોતિયાનું ઓપરેશન કરાવવા માટે આવ્યો હતો. પરંતુ અહીં તેને ભાજપનો સદસ્ય બનાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ હોસ્પિટલમાં રહેવા અન્ય દર્દીઓને પણ ભાજપના સદસ્ય બનાવી દીધા હોવાનું દર્દીએ જણાવ્યું છે.
સારવાર કરાવવા માટે આવેલા દર્દીને ભાજપનો સભ્ય બનાવી દીધો
હોસ્પિટલ દ્વારા પહેલા જુનાગઢમાં કેમ્પ યોજવામાં આવ્યો હતો. ત્યાં અનેક લોકો આંખોની તપાસ કરાવી હતી. ત્યાંર બાદ એક વ્યક્તિને આંખમાં મોતિયો આવ્યો હોવાથી તે સારવાર માટે રાજકોટ આવે છે. રણછોડદાસ ટ્રસ્ટ હોસ્પિટલમાં દર્દીને ભાજનો સભ્ય બનાવી દીધો. આ હોસ્પિટલમાં દર્દીઓને ભાજપના સભ્ય બનાવવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જુનાગઢની રાજકોટ મોતિયાનું ઓપરેશન કરાવવા માટે આવ્યો હતો. પરંતુ અહીં તો ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું હતું! જૂનાગઢનો દર્દી ઓપરેશન માટે રાજકોટ આવ્યો હતો. કમલેશ ઠુંમર નામના દર્દીને ભાજપનો સભ્ય બનાવી દેવાયો હોવાનું સામે આવ્યું છે.
હોસ્પિટલમાં સદસ્ય બનાવનાર વ્યક્તિ કોણ હતો?
નોંધનીય છે કે, ભાજપનું સદસ્યતા અભિયાનને લઈને ફરી વિવાદ સામે આવ્યો છે. પહેલા એક શાળામાં આ રીતે આવો બનાવ બન્યો હતો. જ્યારે હવે હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવેલા દર્દીઓને ભાજપના સભ્ય બનાવવામાં આવી રહ્યાં હોય તેવો ખુલાસો થયો છે. એક વ્યક્તિ આવે છે અને દરેક દર્દી પાસે જઈને ફોન નંબર અને ઓટીપી માંગી લે છે. દર્દીએ કહ્યું કે, ‘અજાણ્યા યુવકે મોબાઈલ માગ્યો અને ઓટીપી લઈ લીધો. યુવાન મારી પાસે આવીને મોબાઈલ નંબર માંગ્યો. પછી મને મેસેજ આવ્યો કે તમે ભાજપના સભ્ય બન્યા છો.’ આ રીતે અન્ય દર્દીઓને પણ આ જ રીતે સભ્ય બનાવાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દર્દીએ કહ્યું કે, જેણે તેને ભાજપનો સભ્ય બનાવ્યો છે તેનું તે ઓળખતો જ નથી.