દિલ્લીના પ્રશાંત વિહારમાં બોંબ વિસ્ફોટ, મચી ગઇ નાસભાગ ; તંત્ર એક્શન મોડમાં

દિલ્લીના પ્રશાંત વિહારમાં બોંબ વિસ્ફોટ, મચી ગઇ નાસભાગ ; તંત્ર એક્શન મોડમાં

દિલ્હીના પ્રશાંત વિહાર વિસ્તારમાં આવેલી સીઆરપીએફ સ્કૂલ પાસે બોમ્બ બ્લાસ્ટની ધમકી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ દરમિયાન કંઈ મળ્યું ન હતું. જો કે તપાસ હજુ પણ ચાલુ છે.

રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈને ઈજા થવાના સમાચાર નથી. ક્રાઈમ બ્રાંચની ટીમ તપાસ માટે ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ પણ ઘટનાની તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટ એટલો જોરદાર હતો કે નજીકમાં પાર્ક કરાયેલા વાહનોના કાચ તૂટી ગયા હતા. વહેલી સવારે વિસ્ફોટનો અવાજ સાંભળીને લોકો ભયભીત થઈ ગયા હતા. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, જ્યાં આ ઘટના બની તે વિસ્તારને હાલમાં સીલ કરી દેવામાં આવ્યો છે. તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસને હજુ સુધી કંઈ મળ્યું નથી. દિલ્હી ફાયર સર્વિસ વિભાગના ફાયર કર્મીઓ પણ સ્થળ પર હાજર છે.

રવિવારે સવારે થયો હતો જોરદાર બ્લાસ્ટ

રાજધાની દિલ્હીના રોહિણી એરિયામાં સીઆરપીએફ સ્કૂલ બહાર એક જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં કોઈ જાનહાની તો થઈ નહોતી પરંતુ ઘરો અને વાહનોના કાચ તૂટ્યાં હતા અને વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી. ધૂમાડાના મોટા મોટા ગોટા પણ જોઈ શકાતાં હતા. દિવાળીના તહેવારો પહેલા આટલો મોટો વિસ્ફોટ ચિંતાનો વિષય છે. ઘટનાની માહિતી મળતા જ NSG, દિલ્હી પોલીસ, FSL ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

 

દિલ્હી બ્લાસ્ટ મામલે ગૃહમંત્રાલયે માગ્યો રિપોર્ટ, ઘટનાસ્થળેથી મળેલી ‘રહસ્યમયી ચીજ’થી એજન્સીઓ હેરાન

ગૃહમંત્રાલયે આ મામલે તપાસનીશ એજન્સીઓ પાસેથી બ્લાસ્ટનો રિપોર્ટ માગ્યો છે. રિપોર્ટને આધારે મંત્રાલય આગળની કાર્યવાહી કરશે.

કઈ એજન્સીઓ લાગી તપાસમાં

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર