Search
Close this search box.

ઇમર્જિંગ એશિયા કપ…ભારતે પાકિસ્તાનને હરાવ્યું:અભિષેક અને સુફીયાન વચ્ચે બોલાચાલી ;તિલક વર્માએ ૪૪ રન બનાવ્યા, અંશુલે 3 વિકેટ લીધી;

ઇમર્જિંગ એશિયા કપ…ભારતે પાકિસ્તાનને હરાવ્યું:અભિષેક અને સુફીયાન વચ્ચે બોલાચાલી ;તિલક વર્માએ ૪૪ રન બનાવ્યા, અંશુલે ૩ વિકેટ લીધી;

ઈન્ડિયા-એ એ ઇમર્જિંગ એશિયા કપ ૨૦૨૪ માં તેની પહેલી મેચમાં પાકિસ્તાન-એ ને ૭ રને હરાવ્યું છે. ભારતીય કેપ્ટન તિલક વર્માએ શનિવારે ઓમાનના અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડમાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ટીમ ઈન્ડિયાએ ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૧૮૩ રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૧૭૬ રન જ બનાવી શકી હતી. કેપ્ટન તિલક વર્માએ ૪૪ રન બનાવ્યા હતા. અંશુલ કંબોજે સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી. અંશુલને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

સુફિયાને અભિષેકને સેન્ડ ઑફ આપ્યું મેચ દરમિયાન અભિષેક શર્મા અને પાકિસ્તાની બોલર સુફિયાન મુકીમ વચ્ચે બોલાચાલી થઈ હતી. સુફીયાન પાકિસ્તાન માટે સાતમી ઓવર નાખવા આવ્યો હતો. તેણે ઓવરના પહેલા જ બોલ પર અભિષેકની વિકેટ લીધી હતી. અભિષેકને આઉટ કર્યા બાદ સુફિયાને મોં પર આંગળી રાખીને તેને સેન્ડ ઑફ આપ્યું. આ જોઈને અભિષેક ગુસ્સે થઈ ગયો અને તેની સામે જોવા લાગ્યો અને બંને વચ્ચે બોલાચાલી થઈ. આ પછી અમ્પાયરે દરમિયાનગીરી કરી હતી.

  • તિલકે ૪૪ રનની ઇનિંગ રમી
  • અંશુલ કંબોજે 3 વિકેટ લીધી
  • રમનદીપ સિંહે ડાઇવિંગ કરીને એક હાથે કેચ લીધો
  • પાકિસ્તાન અને શ્રીલંકાએ બે-બે ટાઇટલ જીત્યા 

બન્ને ટીમની પ્લેઇંગ-૧૧ ઈન્ડિયા-એ: તિલક વર્મા (કેપ્ટન), અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), રમનદીપ સિંહ, અંશુલ કંબોજ, આયુષ બદોની, નેહલ વાઢેરા, નિશાંત સિંધુ, રાહુલ ચાહર, રાસિખ દાર સલામ અને વૈભવ અરોરા.

પાકિસ્તાન-એ: મોહમ્મદ હારિસ (વિકેટકીપર/કેપ્ટન), હૈદર અલી, યાસિર ખાન, ઓમેર યુસુફ, કાસિમ અકરમ, અબ્દુલ સમદ, અરાફાત મિન્હાસ, અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ ઈમરાન, જમાન ખાન અને સુફિયાન મુકીમ.

કુલ સ્કોર 

ભારત એ - ૧૮૩-૮ 

પાકિસ્તાન એ - ૧૭૬-૭
PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર