મહિલા ટી૨૦ વલ્ડકપ ૨૦૨૪: ન્યૂઝીલેન્ડ પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન, દ.આફ્રિકાની ફરી હાર

મહિલા ટી૨૦ વલ્ડકપ ૨૦૨૪: ન્યૂઝીલેન્ડ પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન, દ.આફ્રિકાની ફરી હાર

પહેલીવાર ન્યૂઝીલેન્ડે આઈસીસી મહિલા ટી૨૦ વલ્ડ કપ ૨૦૨૪ નો ખિતાબ જીતી લીધો છે. રવિવારે (૨૦ ઓક્ટોબર) દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ચોકર્સ ગણાતા દક્ષિણ આફ્રિકાને ૩૨ રને હરાવ્યું હતું.

કેટલો ટારગેટ હતો? 

દક્ષિણ આફ્રિકાને જીતવા માટે ૧૫૯ રનનો ટાર્ગેટ હતો, પરંતુ તે ૯ વિકેટે ૧૨૬ રન જ બનાવી શકી હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ વખત આ ખિતાબ જીત્યો છે. દક્ષિણ આફ્રિકાનું ટાઈટલ જીતવાનું સપનું ફરી ચકનાચૂર થઈ ગયું. ન્યૂઝીલેન્ડની જીતમાં અમેલિયા કેરે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કેરે ઓલરાઉન્ડર પ્રદર્શન કરતાં ૪૩ રન બનાવ્યા અને પછી ૩ વિકેટ પણ પોતાના નામે કરી.

આફ્રિકન ટીમ સતત બીજી ફાઈનલ હારી ગઈ હતી

ન્યૂઝીલેન્ડની ટીમ ત્રીજી વખત મહિલા ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ સતત બીજી ફાઈનલ રમી રહી હતી, પરંતુ આ વખતે પણ તેને નિરાશા હાથ લાગી હતી. ગયા વર્ષે દક્ષિણ આફ્રિકાને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડની કેપ્ટનશીપ સોફી ડિવાઈન કરી રહી હતી. લૌરા વૂલવર્ડ દક્ષિણ આફ્રિકાની ટીમની કમાન સંભાળી રહી હતી.

મેચમાં કોણે કેવું પરફોર્મ કર્યું? 

ફાઈનલ મેચમાં લક્ષ્યનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી રહી હતી. કેપ્ટન વોલ્વાર્ડ અને તાજમીન બ્રિટ્સે મળીને પ્રથમ વિકેટ માટે ૬.૫ ઓવરમાં ૫૧ રન જોડ્યા હતા. જોકે, ઓપનિંગ પાર્ટનરશિપ તૂટતાં જ દક્ષિણ આફ્રિકાની ટીમ દબાણમાં આવી ગઈ અને નિયમિત અંતરે વિકેટો ગુમાવી. દક્ષિણ આફ્રિકાની ટીમ તરફથી કેપ્ટન વૂલવર્ડે સૌથી વધુ ૩૩ રનની ઇનિંગ રમી હતી. બ્રિટ્સે ૧૭ રન અને ક્લો ટ્રાયને ૧૪ રનનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડ તરફથી એમેલિયા કેર અને રોઝમેરી મેરે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર