Search
Close this search box.

અમેરિકા : મેચમાં ભીડ પર અંધાધૂંધ ગોળીબાર, ૩ યુવાનોનાં મોત, અનેક ઈજાગ્રસ્ત

અમેરિકા : મેચમાં ભીડ પર અંધાધૂંધ ગોળીબાર, ૩ યુવાનોનાં મોત, અનેક ઈજાગ્રસ્ત

મેચમાં જીતની ઉજવણી કરતી ભીડ પર અંધાધૂંધ ગોળીબાર, ૩ યુવાનોનાં મોત, અનેક ઈજાગ્રસ્ત

તાજેતરમાં માત્ર ૧૬૦૦૦ની વસ્તી ધરાવતાં લેક્ષીન્ગટનમાં શહેરથી ત્રણેક કિ.મી. જ દૂર એક ફૂટબોલ ગેઈમમાં શહેરના વિદ્યાર્થીઓએ મેળવેલા વિજયની ઉજવણી કરવા એકઠા થયેલા ૨૦૦ થી ૩૦૦ માણસો ઉપર બે બંદૂકધારીઓએ ઓચિંતા ગોળીબાર શરૂ કરતાં ૧૯ વર્ષના બે યુવાનો અને એક ૨૫ વર્ષના યુવાનનું મૃત્યુ થયું હતું. આઠેકને ઈજાઓ થઈ હતી. આ સાથે નાસભાગ શરૂ થઈ હતી. ઘાયલ થયેલાઓને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

આ માહિતી આપતાં હોમ્સકાઉન્ટીના શેરીફ વીવી માર્ચે કહ્યું હતું કે વાસ્તવમાં શનિવારે સવારે લેક્ષીન્ટનથી ૩ કી.મી. દૂર આવેલી ફૂટબોલ મેચમાં શહેરની ફૂટબોલ ટીમ વિજયી થતાં તેને સહર્ષ આવકારવા ૨૦૦થી ૩૦૦ માણસો એકત્રિત થયા હતા ત્યાં બે બંદૂકધારીઓએ ઓચિંતી ગોળીબાર શરૂ કરતાં બે ૧૯ વર્ષના અને એક ૨૫ વર્ષના યુવાનનું મૃત્યુ થયું હતું અન્ય ૮ને ઈજાઓ થઈ હતી. તે પછી ભારે નાસભાગ પણ થઈ હતી. આ ગોળીબાર કરનારાઓની ધરપકડ કરાઈ છે પરંતુ ગોળીબાર પાછળનું ચોક્કસ કારણ હજી સુધી જણાયું નથી.

અમેરિકાનાં લોહીમાં જ ”ગન-કલ્ચર” વહી રહ્યું છે. જો બાયડેને તે નાથવા કાનૂન ઘડવા પ્રયત્નો કર્યા પરંતુ, બંદૂકના વ્યાપારીઓના ઉગ્ર વિરોધ સામે તેમનું ચાલ્યું નહીં. તેથી તો આપણે લગભગ દર સપ્તાહે અમેરિકામાં ગન-ફાઈટના સમાચારો વાંચીએ છીએ.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર