એકતા કપૂર અને તેની માતા સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ, ગંદીબાત સિરીઝ બનાવી બરોબરની ફસાઈ
એકતા કપૂર તેની ગંદી બાત સિરીઝને લઈને બરોબરની ફસાઈ છે. જેમા તેણે ગંદીબાત સિરીઝની સિઝન ૬માં સગીરા સાથેનો અશ્લિલ કોન્ટેન્ટ બનાવ્યો હતો. જેને લઈને હવે તેની સામે પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
નવી દિલ્હી: એકતા કપૂર કે જે ફિલ્મ જગતમાં ઘણું જાણીતું નામ છે, તેની સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
માત્ર તેની સામે જ નહીં પરંતુ એકતા કપૂરની માતા શોભા કપૂર સામે પણ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે ઓટીટી પ્લેટફોર્મ અલ્ટ બાલાજીની વેબ સિરીઝ ‘ગંદી બાત’ સીઝન ૬ સાથે જોડાયેલો છે. જેમાં એવા આરોપ લગાવવામાં આવ્યા છે કે સિરીઝમાં સગીરા સાથેના અમુક આપત્તિજનક સીન હતા. જેના કારણે બંને હવે કાયદાની ઝપેટમાં આવી ગયા છે.
પોક્સો એક્ટ નોંધાયો ગુનો
બોરીવલીના યોગ ટીચર સ્વપ્નિલ રેવાજીએ ૨૦૨૧ માં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે ફેબ્રુઆરી ૨૦૨૧ થી લઈ એપ્રિલ ૨૦૨૧ સુધી આ સિરીઝ સ્ટ્રીમ થઈ હતી. જેમાં સગીરા સાથે બિભત્સ દૃશ્યો બતાવવામાં આવ્યા હતા. જેથી આ ફરિયાદને લઈને એમએચબી પોલીસ દ્વારા કલમ ૨૯૫-એ અને પોક્સો એક્ટ હેઠળની ધારા ૧૩ તેમજ ૧૫ પ્રમાણે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
એપ્લિકેશન પર એપિસોડ હવે સ્ટ્રીમ નથી થતો
ફરિયાદીએ બોરીવલી કોર્ટનો દરવાજો પણ ખખડાવ્યો હતો. એફઆઈઆર માં આરોપ લગાવવામાં આવ્યા છે કે અલ્ટ બાલાજી પર સ્ટ્રીમ થયેલી સિરીઝમાં સગીરાના અશ્લીલ દૃશ્યો દેખાડવામાં આવેલા. જોકે તે વિવાદિત એપિસોડ હાલ એપ પર સ્ટ્રીમ નથી થઈ રહ્યો. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે સગીરાને અશ્લીલ ફિલ્મ બનાવતા અને અશ્લીલ વાતો કરતા દેખાડવામાં આવી હતી. જેમાં આ વેબસીરીઝમાં સ્કૂલ યુનિફોર્મ પહેરેલી એક્ટરોને પણ અશ્લીલ હરકતો કરતી દેખાડવામાં આવી હતી. જેના કારણે બાળકો પર તેની ખરાબ અસર પડી શકે છે.
સુપ્રીમ કોર્ટેનો મહત્વનો નિર્ણય
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે હજુ એકતા કપૂર અને તેની માતા શોભા કપૂરે કોઈ નિવેદન નથી આપ્યું. આ કાર્યવાહી હવે એટલા માટે થઈ કે ૨૭ સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે એક મોટો નિર્ણય લીધો. જેમાં બાળકો સાથે જોડાયેલા અશ્લીલ કોન્ટેન્ટને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે બાળકો સાથે અશ્લીલ કન્ટેન્ટ બનાવવો, તેને જોવો અને તેને ડાઉનલોડ કરવો એક ગુનો છે.