મંદિરમાં આતશબાજી માટે લવાયેલા ફટાકડામાં વિસ્ફોટ, ૧૫૦ થી વધુ ઈજાગ્રસ્ત: કેરળમાં મોટી દુર્ઘટના , જૂઓ વિડિયો

મંદિરમાં આતશબાજી માટે લવાયેલા ફટાકડામાં વિસ્ફોટ, ૧૫૦ થી વધુ ઈજાગ્રસ્ત, કેરળમાં મોટી દુર્ઘટના

 

કેરળમાં દિવાળી પહેલા એક દુ:ખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. કાસરગોડના એક મંદિરમાં ઉત્સવ દરમિયાન ફટાકડાના સ્ટોરેજમાં મોટો વિસ્ફોટ થયો હતો. જેના કારણે ૧૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં ૮ લોકોની હાલત ગંભીર છે, તેમજ ઘાયલોની સારવાર ચાલી રહી છે.

કેવી રીતે થયો અકસ્માત? 

પ્રાથમિક તપાસ મુજબ અંજુતામ્બલમ વીરાર કાવુ મંદિરમાં વાર્ષિક કાલિયતમ ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. કાર્યક્રમમાં ભાગ લેવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. તેમજ આ ઉત્સવમાં ઉજવણી માટે ફટકડા લાવવામાં આવ્યા હતા.

આગ લાગતા ૧૫૦ લોકો ઘાયલ 

આ સ્ટોરેજમાં રાખવામાં આવેલા ફટાકડામાં રાત્રે ૧૨.૩૦ કલાકે અચાનક આગ લાગી હતી અને જોરદાર વિસ્ફોટ થયો હતો. થોડી જ વારમાં આગ ફેલાઈ ગઈ હતી. કાસરગોડ પોલીસે જણાવ્યું કે ઉત્સવમાં ફટાકડા અકસ્માતમાં ૧૫૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન ૮ ની હાલત ગંભીર છે અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર