Search
Close this search box.

આજે ત્રીજા વર્ષે પડતર દિવસ ધોકાની હેટ્રિક સર્જાઈ, દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી વચ્ચે એક દિવસની બ્રેક લાગશે

આજે ત્રીજા વર્ષે પડતર દિવસ ધોકાની હેટ્રિક સર્જાઈ, દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી વચ્ચે એક દિવસની બ્રેક લાગશે

  • ધોકાના દિવસે સૂર્યોદય સમયે અમાસ હોય છે અને નવા વર્ષની પહેલી તિથિ શરૂ થઈ નથી હોતી
  • દીપોત્સવીના સતત ઉજવણીના પર્વના રંગમાં એક દિવસનો ભંગ

સમગ્ર દેશમાં દીપોત્સવની ઉજવણીનું વાતાવરણ અંતિમ તબક્કામાં છે. જોકે આ દીપોત્સવીની ઉજવણીમાં આવતી કાલ તા. 1 નવેમ્બર ને શુક્રવારે દિવાળી અને નૂતન વર્ષ વચ્ચેનો પડતર દિવસ એટલે કે ધોકો સાથે એક દિવસની બ્રેક લાગશે. આવતી કાલ તા. 1 નવેમ્બરે ધોકા સાથે આ વર્ષે સતત

ગુરુવારે દિવાળીના પર્વની પરંપરાગત ઉમંગ-ઉત્સાહભેર ઉજવણી કરાયા બાદ હવે શુક્રવારે એક દિવસ કોઈ પર્વ નહીં હોય એટલે ઉજવણીના રંગમાં એક દિવસનો ભંગ પડશે.

ભાવનગર શહેર સહિત સમગ્ર રાજ્યમાં આ વર્ષે ઉજવણીમાં છેક અંતિમ તબક્કામાં રંગ જામ્યો છે.

પરંતુ આવતી કાલ શુક્રવારે દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી વચ્ચે એક પણ પર્વ ન હોય જેને ધોકો કહેવાય છે તે હોય ઉજવણીના રંગમાં ભંગ પડશે.

ત્યારબાદમાં તા.2 નવેમ્બરને શનિવારે નૂતન વર્ષ, વિક્રમ સંવત 2081ની ઉજવણી કરવામાં આવશે.

ધોકો અથવા પડતર દિવસ અથવા ખાલી દિવસ એટલે દિવાળી અને નૂતન વર્ષ વચ્ચે આવતો વધારાનો દિવસ.

એ દિવસે દિવાળી આગળના દિવસે પુરી થઇ ગયેલી હોય છે અને નવું વર્ષ અથવા બેસતું વર્ષ હજુ શરૂ નથી થયું હોતું.

આવું થવા પાછળનું કારણ એ છે કે ભારતીય વર્ષની ગણતરી ચંદ્રની કળાને આધારે બનતી તિથિઓને આધારીત મહિનાઓ અને દિવસો વડે થતી હોય છે.

છેલ્લાં ત્રણ વર્ષના ધોકાની તારીખ

2024 1 નવેમ્બર

2023 12 નવેમ્બર

2022 24 ઓક્ટોબર

 

ધોકો – પડતર દિવસ એટલે શું?

ભારતીય પંચાંગ પ્રમાણે ચંદ્રની કળાને 30 ભાગમાં વહેચાય છે.

પણ ચંદ્ર 30 કળાને 30 દિવસ કરતાં ઓછા સમયમાં પૂર્ણ કરે છે.

આથી દર મહિને એકાદી તિથિનો ક્ષય કે વૃદ્ધિ થતી જોવા મળે છે.

વ્યાવહારિક સરળતા ખાતર ચંદ્રની તિથિ સૂર્યોદય સમયે જે હોય તેને આખા દિવસ માટે ગણી લેવાય છે.

પણ શક્ય છે કે દિવસ દરમ્યાન તિથિ બદલાઇ જતી હોઈ ધોકાને દિવસે સૂર્યોદય સમયે હજુ અમાસ હોય છે અને નવા વર્ષની પહેલી તિથિ શરૂ નથી થઇ હોતી.

 

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર