ભાજપના દિગ્ગજ સીએમ સામે ઈન્ડિયા ગઠબંધનની ચૂંટણીપંચમાં ફરિયાદ, નફરત ફેલાવવાનો આરોપ

ભાજપના દિગ્ગજ સીએમ સામે ઈન્ડિયા ગઠબંધનની ચૂંટણીપંચમાં ફરિયાદ, નફરત ફેલાવવાનો આરોપ

ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે  જોરશોરથી પ્રચાર ચાલુ છે. આ દરમિયાન ઝારખંડ ચૂંટણીના સહ-પ્રભારી અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા સામે ઈન્ડિયા ગઠબંધને ચૂંટણી પંચને ફરિયાદ કરતાં રાજકારણ ગરમાયું છે.

વિભાજનકારી નિવેદનો અને નફરતભર્યા ભાષણો આપવાનો આરોપ 

હિમંતા બિસ્વા સરમાના નિવેદનને વિભાજનકારી અને નફરતથી ભરેલું ગણાવતા ઈન્ડિયા ગઠબંધનના નેતાઓએ તેમની સામે તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગ કરી છે.

રાષ્ટ્રીય જનતા દળ, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (એમએલ), કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) દ્વારા ચૂંટણી પંચ અને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને સુપરત કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે હિમંતા બિસ્વા સરમાએ ૧ ​​નવેમ્બરના રોજ સારથમાં એક રેલીમાં મુસ્લિમોને નિશાન બનાવતા ઝેરી નિવેદનો કર્યા હતા.

આ મામલે કોર્ટ સુધી ઢસડવાનો સંકલ્પ 

હિમંતાએ તેમના ભાષણમાં કથિત રીતે કહ્યું હતું કે ‘તે'(મુસ્લિમો) એક જ પક્ષને મત આપે છે પરંતુ ‘આપણે (હિન્દુ) અડધા અહીં અને અડધા ત્યાં મતદાન કરીએ છીએ’.

ઈન્ડિયા ગઠબંધનના નેતાઓએ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં હિમંતા બિસ્વા સરમાના ભાષણના આ અંશોને ફરી રજૂ કરતાં દાવો કર્યો કે એક સીએમ મુસ્લિમો માટે ઘૂસણખોરો જેવા ઝેરી શબ્દોનો પ્રયોગ કરીને સમાજમાં નફરત ભડકાવે છે.

તેમના એક ઈન્ટરવ્યુનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં હિમંતાએ કોંગ્રેસના લઘુમતી નેતાઓ પર નિશાન સાધ્યું હતું.

ઈન્ડિયા ગઠબંધને કહ્યું કે જો આગામી ૨૪ કલાકમાં ચૂંટણી કાર્યવાહી નહીં થાય તો આ મામલાને કોર્ટમાં લઈ જઇશું.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર