Search
Close this search box.

ઓનલાઈન પેમેન્ટ કરવાની ટેવ હોય તો જાણી લેજો નવો નિયમ, યુપીઆઈ માં થયા બદલાવ

ઓનલાઈન પેમેન્ટ કરવાની ટેવ હોય તો જાણી લેજો નવો નિયમ, યુપીઆઈ માં થયા બદલાવ

વર્તમાન સમયમાં યુપીઆઈ એ નાણાકીય વ્યવહાર માટે મોટા પ્રમાણે ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી છે. હવે પહેલી નવેમ્બરથી યુપીઆઈમાં બે નવા ફેરફાર કરવામાં આવ્યા છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) એ નાના ડિજિટલ પેમેન્ટને સરળ બનાવવા માટે ઓટો ટોપ-અપ સુવિધા રજૂ કરી છે. આ સાથે યુપીઆઈ લાઇટ માટે ટ્રાન્ઝેક્શન લિમિટ પણ વધારી દેવામાં આવી છે. ચાલો આ બે ફેરફાર વિશે વિગતવાર જાણીએ.

ટ્રાન્ઝેક્શન મર્યાદા

નવા સુધારા મુજબ, યુપીઆઇ યુઝર્સ હવે પિન દાખલ કર્યા વિના રૂ. ૧૦૦૦ સુધીના વ્યવહારો કરી શકશે. પહેલા આ મર્યાદા ૫૦૦ રૂપિયા હતી. વોલેટમાં બેલેન્સ જાળવવાની મહત્તમ મર્યાદા પણ ૨૦૦૦ રૂપિયાથી વધારીને ૫૦૦૦ રૂપિયા કરવામાં આવી છે. જો કે, દૈનિક વ્યવહારની મર્યાદા માત્ર ૪ હજાર રૂપિયા જ છે.

ઓટો ટોપ-અપ ફીચર શું છે?

જ્યારે યુપીઆઇ લાઇટ એકાઉન્ટનો બેલેન્સ નિર્ધારિત મર્યાદાથી નીચે આવી જાય ત્યારે ઓટો ટોપ-અપ સુવિધા યુઝરના એકાઉન્ટને આપમેળે રિચાર્જ કરે છે. હવે યુઝર તેની યુપીઆઈ એપ દ્વારા દરરોજ પાંચ ઓટોમેટિક ટોપ-અપ રિચાર્જ સેટ કરી શકે છે. એનપીસીઆઈ એ આ અંગે જણાવ્યું કે, ‘ઓટો ટોપ-અપ ફિચર રૂપિયા ૫૦૦ સુધીના પેમેન્ટ માટે પિન લેસ ટ્રાન્ઝેક્શનને સપોર્ટ કરશે.’

યુઝર્સ માટે સુવિધા

ઓટો ટોપ-અપ સુવિધાનો ઉપયોગ કરવા માટે, યુઝર્સે તેમની યુપીઆઈ એપ્લિકેશન દ્વારા ઓટો ટોપ-અપ સેટ કરવાની જરૂર છે, યુઝર્સ ગમે ત્યારે આ સુવિધાને કેન્સલ પણ કરી શકે છે. આ સુવિધાઓ સાથે યુપીઆઈ લાઇટ દૈનિક ઓછા ખર્ચના વ્યવહારો માટે વધુ અનુકૂળ બનશે. ઑક્ટોબર ૨૦૨૪ માં, એનપીસીઆઈ એ ૧૬.૫૮ બિલિયન યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ નોંધ્યા હતા, જે કુલ કિંમત રૂ. ૨૩.૫ ટ્રિલિયન હતી.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર