જોન સિના નેકડ થઇને ઓસ્કારમાં આવ્યો, બેસ્ટ કોસ્ચ્યૂમ એવોર્ડ પ્રેઝન્ટ કર્યો

જોન સિના નેકડ થઇને ઓસ્કારમાં આવ્યો, બેસ્ટ કોસ્ચ્યૂમ એવોર્ડ પ્રેઝન્ટ કર્યો

 

હોસ્ટ હિન્ટ આપી હતી કે સ્ટેજ પર કોઇ નેકેડ આવી રહયું છે.

 

સિનાની તસ્વીર તથા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

 

ઓસ્કર્સ -૨૦૨૪ના વિનર્સની જાહેરાત થયા બાદની ઇવેન્ટસની હાઇલાઇટસ પછી જોન સિના ચર્ચામાં આવ્યો છે.

 

ડબ્લ્યુ ડબ્લ્યુ ઇ સ્ટાર્સે નેકડ રહીને સ્ટેજ પર પહોંચતા સનસનાટી મચી ગઇ હતી.

 

ઓસ્કાર એવોર્ડ સાથે જોન સિનાનું નામ ટ્રેડ કરવા લાગ્યું છે અને તેની તસ્વીર તથા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

 

જોન સીના ઓસ્કારમાં બેસ્ટ કોસ્ચ્યૂમ એવોર્ડ પ્રેઝન્ટ કરવા પહોંચ્યા હતા.

 

હોસ્ટ જિમ્મી કિમેલે ઓડિયન્સને હિન્ટ આપી હતી કે સ્ટેજ પર કોઇ નેકેડ આવી રહયું છે. આ સાથે જ લોકો હસવા લાગ્યા હતા.

જીમે ફરી કોમેડી કરી કે હવે તે કવર ખોલી શકશે નહી. જોન સિના સ્ટેજ પર આવીને કવર પડીને ઉભો રહયો અને હોસ્ટે આવીને નોમિનીઝના નામ એનાઉંસ કર્યા હતા.

જિમની આ એકટિંગથી સમગ્ર હોલ હાસ્યના અવાજથી ગુંજી ઉઠયો હતો. આ વીડિયો જોઇને યુર્ઝસ જાત ભાતની પ્રતિક્રિયા આપી રહયા છે.

કોઇએ જોન સીનાની હરકતને ક્રેઝીનેસ ગણીને પ્રશ્નાર્થ કર્યો હતો. કોઇએ જોન સિનાની બોલ્ડનેસના વખાણ કર્યા હતા. કોઇએ બેસ્ટ કોસ્ચ્યૂમના એવોર્ડને પ્રેઝન્ટ કરવા સમયે જ નેકડ થવાને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવ્યો હતો.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર