દારૂ ભરેલી ગાડી રોકવા જતાં પી.એસ.આઈ. નું મોત, ટ્રેલરે મારી ટક્કર : ગુજરાતમાં બૂટલેગરો બન્યા બેખૌફ
સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા-પાટડી માર્ગ ઉપર દારૂ ભરેલી શંકાસ્પદ ગાડી પકડવા જતા સ્ટેટ મોનીટરીંગ સેલના આશાસ્પદ અધિકારી પી.એસ.આઈ. શ્રી જે.એમ.પઠાણનું માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે.
હાલમાં તહેવારોની સિઝન ચાલી રહી છે. ત્યારે નામ માત્રના ડ્રાય સ્ટેટ તરીકે ઓળખતા ગુજરાતમાં બૂટલેગરો બેખૌફ અને બિન્દાસ બન્યા છે. દરરોજ લાખોનો દારૂ અને નશીલા પદાર્થો પકડાય છે. પરંતુ તેના કરતાં વધુ ઘૂસણખોરી થાય છે. આ ઉપરાંત અવાર નવાર પોલીસ પર હુમલા થતાં હોવાના પણ સમાચાર સામે આવે છે. ત્યારે ગઇકાલે (સોમવારે) મોડી રાત્રે સુરેન્દ્રનગર દસાડા નજીક દારૂ ભરેલી ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ દરમિયાન ટ્રેલરે ટક્કર મારતાં પી.એસ.આઇને ગંભીર ઇજાઓ પહોંચતાં મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે પોલીસ બેડામાં હાહાકાર મચી જવા પામ્યો છે. ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમના પી.એસ.આઇ જે.એમ. પઠાણ અને બે કોન્સ્ટેબલની ટીમને બાતમી મળી હતી કે દારૂ ભરેલી ગાડી નિકળવાની છે. જેથી તેઓ પોતાને ટીમ સાથે રાત્રે 2:30 વાગ્યા આસપાસ વોચ ગોઠવીને દારૂ ભરેલી કારને પકડવા નિકળ્યા હતા. આ દરમિયાન પાટડી દસાડા તરફ જતા માર્ગ પરથી પસાર થતાં એક અજાણ્યા ટ્રક ચાલકે તેમની કારને અડફેટે લઇ ટક્કર મારી હતી.
આ ટક્કર એટલી ભયંકર હતી કે અકસ્માતમાં પીએ.એસ.આઇ પઠાણનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત પોલીસકર્મીઓને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
માહિતી મુજબ, સુરેન્દ્રનગરમાં (Surendranagar) સ્ટેટ મોનિટરિંગ સેલનાં (SMC) PSI જે.એમ. પઠાણ, બે કોન્સ્ટેબલ સહિતની ટીમ ગાડીમાં સવાર થઈ દારૂ ભરેલી કાર પકડવા નીકળ્યા હતા. દરમિયાન, પાટડી-દસાડાથી કઠાડા તરફ જતા રસ્તા પરથી પસાર થતી વખતે એક અજાણ્યા ટ્રકચાલકે તેમની કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં SMC PSI પઠાણનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે કોન્સ્ટેબલને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે લોકોથી ભીડ ભેગી થઈ હતી. ઇજાગ્રસ્ત બંને કોન્સ્ટેબલને લોકોએ કારમાંથી બહાર કાઢી સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ (Viramgam Hospital) ખસેડવામાં મદદ કરી હતી.