Search
Close this search box.

સલમાન ખાને જીવિત રહેવું હોય તો મંદિરમાં માફી માંગે : લૉરેન્સ બિશ્નોઈના નામથી ફરી આવી ધમકી, પોલીસ ઍલર્ટ

સલમાન ખાને જીવિત રહેવું હોય તો મંદિરમાં માફી માંગે : લૉરેન્સ બિશ્નોઈના નામથી ફરી આવી ધમકી, પોલીસ ઍલર્ટ

લૉરેન્સ બિશ્નોઈના નામે બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી ધમકી મળી છે. સુત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ સેલને લૉરેન્સ બિશ્નોઈના નામે ધમકીભર્યો મેસેજ મળ્યો છે. ટ્રાફિક કંટ્રોલ રૂમને મોકલવામાં આવેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે ‘લૉરેન્સ બિશ્નોઈનો ભાઈ બોલી રહ્યો છું અને જો સલમાન ખાન જીવતો રહેવા માંગતો હોય તો તેણે અમારા મંદિરમાં જઈને માફી માંગવી અથવા ૫ કરોડ રૂપિયા આપવા. જો આમ નહિ કરે તો તને મારી નાખવામાં આવશે. અમારી ગેંગ હજુ પણ એક્ટીવ છે.’

ધમકી આપનાર વ્યક્તિની શોધ 

પોલીસને ધમકીભર્યા મેસેજની જાણકારી સોમવારે મળી હતી. ટ્રાફિક કંટ્રોલ રૂમમાં કામ કરતા એક અધિકારીએ અડધી રાત્રે આ ધમકીભર્યો મેસેજ વાંચ્યો હતો. પોલીસ હાલમાં ધમકી આપનાર વ્યક્તિને શોધી રહી છે.

આ પહેલા પણ લૉરેન્સ બિશ્નોઈના નામે મળી હતી ધમકી 

થોડા દિવસ પહેલા પણ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ કેસમાં પોલીસે નોઈડામાંથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. વરલી પોલીસે મુંબઈ પોલીસના ટ્રાફિક હેલ્પલાઈન નંબર પર બોલિવૂડના સુપરસ્ટાર પાસેથી રૂ. ૨ કરોડની માંગણી કરતા અનેક વોટ્સએપ મેસેજ મોકલવા બદલ એક અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધ્યો હતો.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર