વાવની પેટાચૂંટણીને ગણતરીના દિવસો બાકી, રાજકીય પક્ષો મેદાને, સી.આર.પાટીલ ભાભરમાં કરશે પ્રચાર
વાવની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે.
ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી હોવાથી બંને રાજકીય પક્ષો મેદાને છે.
આજે ભાજપ – કોંગ્રેસ બંનેના પ્રદેશ પ્રમુખ પ્રચાર કરશે.
તેમજ સી.આર.પાટીલ પણ ભાભરમાં પ્રચાર અને બેઠક કરશે.

મુખ્ય પ્રધાન, ગૃહ પ્રધાન અને ધારાસભ્યો બાદ હવે ભાજપ પ્રદેશ પ્રમુખ સભા સંબોધન કરશે.
આ તરફ કોંગ્રેસ પાર્ટીની શક્તિસિંહ ગોહિલ પણ વાવમાં સંમેલનમાં જોડાશે.
તો અમિત ચાવડા, ધારાસભ્યો સહિત યુથ કોંગ્રેસ મેદાનમાં છે.
બીજી તરફ અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ પૂર જોશમાં પ્રચાર કરી રહ્યાં છે.
ક્યારે યોજાશે પેટાચૂંટણી
વાવ વિધાનસભાની ખાલી પડેલી બેઠક પર આગામી 13 નવેમ્બરે મતદાન થશે.
જ્યારે 23 નવેમ્બરે પરિણામ આવશે.
વાવ વિધાનસભા બેઠક પર નજર કરીએ તો વાવ બેઠક પર કુલ 3 લાખ 10 હજાર 681 મતદારો છે.
જેમાંથી 1 લાખ 61 હજાર 293 પુરુષ મતદારો છે જ્યારે 1 લાખ 49 હજાર 387 મહિલા મતદારો છે.
321 મતદાન મથકો પર કુલ 1 હજાર 412 અધિકારીઓ ચૂંટણી ફરજ પર રહેશે.
પેટા ચૂંટણીમાં સભા,રેલી સરઘસ કાઢવા માટે મંજૂરી લેવી પડશે.