૩૭૦ મુદ્દે ધારાસભ્યો વચ્ચે છુટ્ટા હાથની મારામારી
– કલમ ૩૭૦ મુદ્દે ક્રેડિટ લેવા જમ્મુ-કાશ્મીરના સ્થાનિક પક્ષોમાં હોડ મચી
– જમ્મુ-કાશ્મીરમાં સમરાંગણ
– એન્જિનિયર રશિદના ભાઈ ધારાસભ્ય ખુરશીદ અહેમદ શેખે ગૃહમાં લહેરાવેલું કલમ 370નું બનેર ભાજપના ધારાસભ્યોએ ફાડી નાંખતા હોબાળો
– પીડીપીએ સોમવારે, નાયબ સીએમ સુરીન્દ્ર ચૌધરીએ બુધવારે 370-35-એ પુન: લાગુ કરવા ઠરાવ રજૂ કર્યા, કેન્દ્ર સાથે ઘર્ષણના એંધાણ
શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાંથી વર્ષ ૨૦૧૯માં મોદી સરકારે કલમ ૩૭૦ નાબૂદ કરી દીધી હતી, પરંતુ તેના અંગેનો વિવાદ હજુ યથાવત્ છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભાના પહેલાં જ સત્રમાં કલમ ૩૭૦ અને ૩૫-એ મુદ્દે હોબાળો શરૂ થઈ ગયો છે. સ્થાનિક પક્ષો પીડીપી, નેશનલ કોન્ફરન્સમાં આ મુદ્દે ક્રેડિટ લેવા માટે હોડ મચી છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભા સત્ર સોમવારથી શરૂ થયા પછી કેન્દ્રશાસિત પ્રદેશમાં કલમ ૩૭૦ ફરીથી લાગુ કરવા ચાર દિવસમાં પીડીપી, નેશનલ કોન્ફરન્સ પછી હવે જમ્મુ-કાશ્મીર અવામી ઇત્તેદાહ પાર્ટી મેદાને પડી છે. જોકે, કલમ ૩૭૦ અને ૩૫-એ લાગુ કરવાનો ઠરાવ કરી નેશનલ કોન્ફરન્સે કેન્દ્ર સાથે સંઘર્ષને આમંત્રણ આપ્યું છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી પછી પહેલું સત્ર શરૂ થયું છે ત્યારે સત્રની શરૂઆતથી જ કલમ ૩૭૦ અને ૩૫-એ મુદ્દે હોબાળો શરૂ થઈ ગયો છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં અગાઉના રાજ્યના વિશેષ દરજ્જાના ફરીથી અમલ માટે એક ઠરાવ પસાર થવાના વિરોધમાં સતત બીજા દિવસે વિપક્ષના સભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો, જેને પગલે ભાજપના ધારાસભ્યો અને માર્શલ્સ તેમજ અન્ય પક્ષોના ધારાસભ્યો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. આ હોબાળા પછી ગુરુવારે આખા દિવસ માટે સત્ર મુલતવી રાખવામાં આવ્યું હતું. આ સત્ર હવે શુક્રવારે વર્તમાન સત્રના અંતિમ દિવસે મળશે.
વિપક્ષ ભાજપના ધારાસભ્યોએ કહ્યું કે કલમ ૩૭૦ અને ૩૫-એના પુન: અમલ માટેનો ઠરાવ ‘ગેરકાયદે’ છે. તેમણે આ ઠરાવ પાછો કેંચવા માગણી કરી હતી. જોકે, સ્પીકરે કહ્યું કે, તેમની પાસે આવી કોઈ સત્તા નથી. ગૃહ દ્વારા પસાર કરવામાં આવેલો કોઈપણ ઠરાવ ગૃહ દ્વારા જ રદ કરી શકાય છે. તેમણે ઉમેર્યું કે, ભાજપ આ પ્રસ્તાવનો વિરોધ કરે છે અને મને અધ્યક્ષપદેથી હટાવવા માગે છે. ભાજપ મને હટાવવા માગતું હોય તો તેણે ગૃહમાં મારા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો જોઈએ. પરંતુ તેનામાં અવિશ્વાસ પ્રસ્તાવ પાસ કરાવવાની તાકાત નથી.
જોકે, જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા શરૂ થતાં જ સ્થાનિક પક્ષોમાં કલમ ૩૭૦ અને ૩૫-એ મુદ્દે રાજકારણ શરૂ થઈ ગયું છે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી પછી પહેલા સત્રના પહેલા દિવસે જ સોમવારે પીડીપી નેતા વહીદ પારાએ કેન્દ્રશાસિત પ્રદેશમાં કલમ ૩૭૦ અને ૩૫-એને તેના મૂળ સ્વરૂપમાં રજૂ કરવા ઠરાવ રજૂ કર્યો હતો. આ વિવાદ હજુ શાંત પણ નહોતો થયો ત્યાં બુધવારે નેશનલ કોન્ફરન્સના નેતા અને નાયબ મુખ્યમંત્રી સુરિન્દર કુમાર ચૌધરીએ કલમ ૩૭૦ પુન: લાગુ કરવા ઠરાવ પસાર કર્યો હતો.
આ મુદ્દે વિપક્ષમાં ભાજપના નેતા સુનીલ શર્માએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ગુરુવારે સુનીલ શર્મા કલમ ૩૭૦ પુન: લાગુ કરવાના વિરોધમાં બોલી રહ્યા હતા તે સમયે એન્જિનિયર રશિદના ભાઈ અને ધારાસભ્ય ખુરશીદ અહેમદ શેખ વેલમાં ધસી આવ્યા હતા અને કલમ ૩૭૦ અને ૩૫-એના પુન: અમલ માટેનું બેનર ગૃહમાં લહેરાવ્યું હતું. આથી ભાજપના ધારાસભ્યો પણ ઉશ્કેરાયા હતા અને તેમણે વેલમાં ધસી જઈને ખુરશીદ અહેમદ પાસેથી બેનર લઈને ફાડી નાંખ્યું હતું. આ સમયે ધારાસભ્યો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. આ હોબાળાના પગલે સ્પીકર અબ્દુલ રહીમ રાઠેરે થોડાક સમય માટે ગૃહ મુલતવી રાખ્યું હતું. ગૃહ ફરી મળતા ભાજપે વિરોધ ચાલુ રાખ્યો હતો.
શ્યામા પ્રસાદ મુખરજીને યાદ કરતા ભાજપ નેતાઓએ ‘બલિદાન હુએ જહાં મુખરજી વો કશ્મીર હમારા હૈ’, ‘જય શ્રી રામ’, ‘વંદેમાતરમ’, પાંચ ઓગસ્ટ જિંદાબાદ, રાષ્ટ્ર વિરોધી એજન્ડા નહીં ચલેગા, પાકિસ્તાની એજન્ડા નહીં ચલેગા અને સ્પીકર હાય-હાયનો સૂત્રોચ્ચાર કર્યો હતો. સામેની બાજુ નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યોએ ‘જિસ કાશ્મીર કો ખૂન સે સિંચા, વો કશ્મીર હમારા હૈ’નો સૂત્રોચ્ચાર કર્યો હતો. ત્યાર પછી અધ્યક્ષે ભાજપ ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કાઢી મુકવા આદેશ આપતા માર્શલ્સ સાથે ભાજપ નેતાઓ ઘર્ષણમાં ઉતર્યા હતા.
દરમિયાન પીડીપી અને અન્ય સ્થાનિક પક્ષોએ કલમ ૩૭૦ અને ૩૫-એને તેના અસલ સ્વરૂપમાં પુન: લાગુ કરવા માટે નવેસરથી ઠરાવ રજૂ કર્યો હતો, જેમાં લખ્યું હતું, આ ગૃહ કલમ ૩૭૦ અને ૩૫-એને ગેરબંધારણીય અને એકપક્ષીય રીતે નાબૂદ કરવાના પગલાંની આકરી ટીકા કરે છે. સાથે ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા જમ્મુ અને કાશ્મીર રીઓર્ગેનાઈઝેશન એક્ટ ૨૦૧૯નો પણ વિરોધ કરે છે.
ગોરખા સમાજના દેખાવો, નાયબ સીએમનું પૂતળું બાળ્યું
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમો ૩૭૦ અને ૩૫-એ પુન: લાગુ કરવા માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે ત્યારે તેના વિરોધમાં ગુરુવારે જમ્મુમાં ગોરખા સમાજે દેખાવો કર્યા હતા અને નાયબ મુખ્યમંત્રી સુરિન્દર કુમાર ચૌધરીનું પૂતળું બાળ્યું હતું. દેખાવકારોએ જમ્મુ ક્ષેત્ર માટે અલગ રાજ્યની માગણી કરતા કહ્યું કે તેનાથી તેઓ પોતાની સરકાર બનાવવા સક્ષમ બની શકશે, જે તેમના લાભમાં નિર્ણયો કરશે. જમ્મુ-કાશ્મીર ગોરખા સભાના અધ્યક્ષ કરુણા છત્રીના નેતૃત્વમાં મહિલાઓ અને બાળકો સહિત સેંકડો ગોરખાઓએ નેશનલ કોન્ફરન્સ સરકાર અને કાશ્મીર કેન્દ્રિત નેતૃત્વના વિરોધમાં રેલી કાઢી હતી. દેખાવકારોએ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, નાયબ મુખ્યમંત્રી સુરીન્દર ચૌધરી અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા કહ્યું કે આ પગલું તેમને નાગરિક્તાના અધિકારોથી વંચિત કરી શકે છે. તેમણે જમ્મુ-કાશ્મીરમાં હિન્દુઓ વિરુદ્ધ ભેદભાવનો આરોપ પણ મૂક્યો હતો.
ભાજપે જમ્મુ-કાશ્મીરમાં પસાર થયેલા ઠરાવ મુદ્દે કોંગ્રેસને ઘેરી
કોંગ્રેસ અને સાથી પક્ષોનું કટ્ટરવાદીઓ, આતંકીઓને સમર્થન : ભાજપનો આક્ષેપ
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કલમ 370ના પુન: અમલનો ઠરાવ ભારતને તોડવા સમાન : ઈરાની
નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કલમ ૩૭૦ના પુન: અમલની માગણી કરતો ઠરાવ પસાર થયા પછી ભાજપે નેશનલ કોન્ફરન્સની ઓમર અબ્દુલ્લા સરકાર અને તેને બહારથી સમર્થન આપતી કોંગ્રેસને ઘેર્યા છે. ભાજપે આ ઠરાવને ‘ભારતનું વિભાજન કરવાના પ્રયાસ’ સમાન ગણાવ્યો છે.
મહારાષ્ટ્ર અને ઝારખંડમાં આ મહિને વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસ માટે આ વિવાદ માથાનો દુ:ખાવો બની શકે છે. નેશનલ કોન્ફરન્સ અને તેના સાથી પક્ષોની ઝાટકણી કાઢતાં ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મિર વિધાનસભામાં કલમ ૩૭૦ અંગે બુધવારે પસાર થયેલો ઠરાવ ગેરકાયદે અને સંસદનું અપમાન કરનારો છે. કલમ ૩૭૦ અને ૩૫-એની નાબૂદીનો નિર્ણય સંસદ દ્વારા લેવાયો છે અને સુપ્રીમ કોર્ટે પણ તેની બંધારણીયતાને માન્યતા આપી છે.
સ્મૃતિ ઈરાનીએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, જમ્મુ-કાશ્મીરમાં લોકતાંત્રિક માળખાથી ચૂંટાયેલી સરકાર વિકાસ અને ભારતને એક કરવાના મુદ્દાઓ પર કામ કરવાના બદલે ભારતને તોડવાનું કામ કરી રહી હોવાનો આ ઠરાવ પુરાવો આપે છે. તેમણે દાવો કર્યો કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કર્યા પછી આતંકી ઘટનાઓમાં ૭૦ ટકાનો ઘટાડો આવ્યો છે જ્યારે આવી ઘટનાઓમાં મૃત્યુના પ્રમાણમાં પણ ૮૦ ટકાનો ઘટાડો થયો છે. હું કોંગ્રેસ અને ઈન્ડી સંગઠનના નેતાઓને ખાતરી આપું છું કે સંસદ દ્વારા પસાર કરાયેલ કલમ ૩૭૦ની નાબૂદીનો પુન: અમલ થઈ શકશે નહીં અને ભારતને વિભાજિત કરવાના પ્રયત્નો પણ સફળ નહીં થાય.