આરટીઓ કચેરીથી ચંદ્રભાગા બ્રિજ સુધીનો આશ્રમ રોડ થશે કાયમી બંધ : ગાંધી આશ્રમ રિ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને મોટી જાહેરાત

આરટીઓ કચેરીથી ચંદ્રભાગા બ્રિજ સુધીનો આશ્રમ રોડ થશે કાયમી બંધ : ગાંધી આશ્રમ રિ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને મોટી જાહેરાત

અમદાવાદના ગાંધી આશ્રમ રિ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત મહત્વની જાહેરાત કરવામાં આવી છે. RTO કચેરીથી ચંદ્રભાગા બ્રિજ સુધીનો આશ્રમ રોડ હવે કાયમ માટે બંધ થશે. ટ્રાફિક પોલીસ અને ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ દ્વારા સંયુક્ત જાહેરાત કરવામાં આવી છે.

હોટેલ આશ્રયથી કાર્ગો મોટર સુધીનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે. વાહનચાલકો માટે વિવિધ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. આજે મધરાત્રે 12 વાગ્યાથી શરુ થશે અમલ કરવામાં આવશે. જો કે અગાઉ પણ હંગામી ધોરણે અમલ કરવામાં આવ્યો હતો.

આરટીઓ કચેરીથી ચંદ્રભાગા બ્રિજ સુધીનો આશ્રમ રોડ થશે કાયમી બંધ

 

આજે મધરાત્રે 12 વાગ્યાથી શરૂ થશે અમલ

વાહનચાલકો માટે વિવિધ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. વાહનચાલકોને લઘુત્તમ મુશ્કેલી પડે એવી વ્યવસ્થા કરાશે. તમામ જરૂરી દિશા નિર્દેશ માટે સાઈનબોર્ડ લગાવવામાં આવશે.આશ્રમમાં મુલાકાત માટે આવતા પ્રવાસીઓ માટે બન્ને તરફ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રોજેક્ટ કામગીરી અને આશ્રમ મુલાકાતીઓને કોઈ વિક્ષેપ ન પડે એ માટે વ્યવસ્થા કરાઈ છે. તમામ જરૂરી દિશાનિર્દેશ માટે સાઈનબોર્ડ લગાવવામાં આવશે.ફ્રી લેફ્ટ ટર્ન અને પીકઅવર માટે ટ્રાફિક પોલીસનું વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે. D માર્ટ તરફ અને કાર્ગો મોટર તરફ પણ વધુ પોલીસ જવાનો ખડેપગે રહેશે.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર