પદ્મશ્રી અને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત મુસાફિર રામ ભારદ્વાજનું ૧૦૩ વર્ષની વયે નિધન

પદ્મશ્રી અને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત મુસાફિર રામ ભારદ્વાજનું ૧૦૩ વર્ષની વયે નિધન

પદ્મશ્રી અને રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત મુસાફિર રામ ભારદ્વાજનું શુક્રવારે સાંજે લગભગ 6.45 કલાકે નિધન થયુ હતું. 103 વર્ષીય રામ ભારદ્વાજની કેટલાક સમયથી તબિયત ખરાબ હતી, શનિવારે પઠાણકોટના દુનેરામાં પંચતત્વમાં વિલિન થયા હતાં.

બ્રિટિશ કાળમાં હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના ભરમૌર સબ-ડિવિઝનના સચુઈન ગામમાં જન્મેલા મુસાફિર રામ ભારદ્વાજે 13 વર્ષની વયથી પારંપારિક વાજિત્ર પૌન માતા વગાડવાની શરૂઆત કરી હતી. તે હાલમાં પંજાબના પઠાણકોટ જિલ્લાના ધારકલાન તહસીલ હેઠળના દુનેરાના ધારકલાનમાં રહેતા હતાં. તેમના નિધનથી રાજ્યમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

પૌન વાદન માટે 2014માં પદ્મશ્રી મળ્યો

ભગવાન શિવની આરાધના કરતાં મુસાફિર રામ ભારદ્વાજને તેમની ઉત્કૃષ્ટ પૌન વાદનની કળા માટે 2014માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેઓ તેમના પિતા પાસેથી આ વાદન વગાડતાં શીખ્યા હતાં. 2009માં રાષ્ટ્રપતિ એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતાં. આ સિવાય અન્ય ઘણા રાષ્ટ્રીય એવોર્ડ પણ મેળવ્યા હતા.

કોમનવેલ્થ ગેમ્સમાં પણ કળાની ઝલક આપી

દિલ્હીમાં 2010માં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભારદ્વાજે પોતાની કળા પ્રસ્તુત કરી હતી. 74 વર્ષની વયે તેમને પદ્મશ્રી એવોર્ડથી બિરદાવાયા હતા. દેશના વિસરાતા  અને સદીઓ જૂનો વારસો તાંબા અને ઘેટાંની ચામડીથી ઢોલ આકારનું બનેલું વાંજિત્ર પૌણ માતા વાદનમાં ભારદ્વાજ મહારાથ ધરાવતા હતાં. જેને વગાડવા માટે ખાસ કૌશલ્યની જરૂર પડે છે.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર